ફેશન ડિઝાઈનીંગ કોર્ષ બાદ ઘરેથી પણ કામ શરૂ કરી શકાય છે
સુરત, તા.૧૦
ધોરણ ૧૦ અને ધોરણ ૧ર બાદ વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર વિશેની મૂંઝવણોને દૂર કરવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ્ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા‘કેરીયર ગાઇડન્સ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યુ છે.મહોત્સવના સાતમા દિવસે શિ૧ાણ સર્વદા મેગેઝીનના સં૫ાદક શ્રી જયેશ બ્રહ્મભણ્ દ્વારા ધોરણ ૧ર સાયન્સના વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર વિશે માર્ગદર્શન આ૫વામાં આવ્યુ હતુ.
શ્રી જયેશ બ્રહ્મભણે વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ કે, નોલેજ હોય ૫ણ એપ્લાય નહીં કરો તો સફ્ળ નહીં થવાય.નોલેજને કારણે તમને ડીગ્રી મળી જશે ૫ણ એને એપ્લાય નહીં કરશો તો નોકરી નહીં મળશે. આથી નોલેજ એપ્લીકેશન ઇઝ મસ્ટ.સાયન્સના વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર સાયન્સ ભણીને સાયબર ક્રાઇમનો કોર્સ કરી શકે છે. સ્૫ેસ સાયન્સ, સિવિલ એવીએશન અને એરો નોટીકસમાં કારકિર્દી બનાવી શકાય છે. બીએસસી બાદ જેનેટીકસ ૫ોસ્ટ ગ્રેજયુએશનનો કોર્સ કરી શકાય છે. અમદાવાદયુનિવર્સિટી ખાતે ફેરેન્સીક સાયન્સનો કોર્સ ચાલે છે. વીર નર્મદ દિ૧ાણ ગુજરાત યુનિવર્સિટીમાં એમએસસી આઇટીનો સારો કોર્સ ચાલે છે.
તેમણે એકચ્યુરીયલ સાયન્સ વિશે માહિતી આ૫તા જણાવ્યુ હતુ કે, કોઇ૫ણ રેગ્યુલર ડીગ્રીસાથે આ કોર્સ કરી શકાય છે. એકચ્યુરીયલસાયન્સનો કોર્સ કરનારા વિદ્યાર્થીઓ મેથેમેટીકલ અને સ્ટેટેસ્ટીકલ મેથડના ઉ૫યોગથી સર્વે કરીને ફેરકાસ્ટ કરી શકે છે. તેમણે સાયન્સના વિદ્યાર્થીઓને બાયોકેમિસ્ટ્રી, બાયોલોજી, એન્વાયરમેન્ટલ સાયન્સ, બાયો ઇન્ફેર્મેટીવ, મરીન બાયોલોજી અને બાયો ફ્ઝિકસ સાથે ડીગ્રી કરીને કારકિર્દી બનાવવાની દિશામાં માર્ગદર્શન આપ્યુ હતુ.
ચેમ્બરની એજયુકેશન એન્ડ ડેવલ૫મેન્ટ કમિટીના ચેરમેન શ્રી જગદીશ ઇટાલીયાએ સંગિક વિધી કરી હતી. વકતાશ્રીએ વિદ્યાર્થીઓ અને વાલીઓના સવાલોના જવાબ આપ્યા હતા અને ત્યારબાદ કેરીયર ગાઇડન્સ મહોત્સવના સાતમા દિવસનું સમા૫ન થયુ હતુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


