દેશને બદનામ કરનારને ભસ્મીભૂત કરવાનો સમય આવી ગયો છે : ફિલ્મી કલાકાર જોષી
સુરત, તા.૨૦
૧૫ મી લોકસભાની ચૂંટણીના મતદાનના ગણતરીના દિવસો બાકી રહ્ના છે ત્યારે જાણીતા કલાકાર મનોજ જાશીએ સુરતમાં નવા મતદાર યુવા સંમેલન યુવાઓને સંબોધતા જણાવ્યું હતું કે દેશમાં વર્ષોથી જામેલા ભ્રષ્ટાચારી જંતુઓની જમાતને નષ્ટ કરવા, દેશની સંસ્કૃતિ, સ્વાભિમાન, લોકતંત્ર, દેશના સુરક્ષા જવાનોને મજબૂત કરવા માટે યુવાઓનો મત જરૂરી છે.
કોîગ્રેસ ઉપર પ્રહાર કરતાં મનોજ જાશીએ યુવાધનને દેશના સુરજ ગણાવતા જણાવ્યું હતું કે ૩૫૦થી વધુ કમળ સાથ દેશની સંસદમાં પ્રખર રાષ્ટ્રભકત નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનશે. વર્ષો પહેલા ચાણક્યએ અને ત્યારબાદ સરદાર પટેલએ દેશને ભેગા કરવાની કામગીરી કરી હતી. કોંગ્રેસે તેમની છબી ભૂંસી કાઢવાનું કામ કર્યુ છે. જાણે દાદા, દાદી, પુત્ર અને પૌત્ર શરાફની પેઢી જેવી કામગીરી ન ગમે તો હાંકી કાઢવું દલિત નેતા જગજીવનરામને કોંગ્રેસે હાંકી કાઢેલા, ધર્મ, જાતિ વર્ગમાં લોકોને વહેંચીને માધવસિંહએ કાર્ય કર્યુ હતું. જેને પોતાના દાદા દાદીની સમાધિ પર જવાનો સમય નથી તે હવે વોટબેંક માટે મહાદેવના મંદિરે જવા લાગ્યા છે. ભોળા શંકર તો રાક્ષસને પણ પ્રસન્ન થતાં હતાં, અને ક્રોધિત થયા તો ભસ્મીભૂત કરી દેતાં હતાં. આ લોકોનો પણ સમય આવી ગયો છે. યુવાઓ તમારે તેમણે ભસ્મીભૂત કરી દેવાના છે. નરેન્દ્રભાઈ મોદી શંકરનો અંશ છે. કોંગ્રેસ ગાંધી પરીવાર બધા જ બેલ ઉપર છે અને શિવજીને બેલ ચઢવવા જાય છે. આ બાબલાને કોણ સમજાવે, ગંગા પૂજા કરવા ગયા ત્યારે કોઈએ પુછયુ તો યોગ્ય જવાબ આપી શકયા ન હતા, કોર્પોરેટર બનવાની લાયકાત નથી ત્યારે ગજની કરતાં જાય એવી યાદ શકિત ધરાવનારાએ વડાપ્રધાન થવું છે. દરેક ભાષણમાં એક વાત અલગ અલગ રીતે કરે છે. તેને યાદ રહેતું નથી.
આ યુવા સંમેલનમાં સુરત ભાજપના ઉપાધ્યક્ષ ધીરુભાઈ સવાણી, પ્રદેશના યુવા અગ્રણી અને પ્રભારી સનમભાઈ પટેલ, નિરવભાઈ માંડલેવાલા, યુવા ભાજપ સુરતના અધ્યક્ષ મહેન્દ્રભાઈ દેસાઈ, મહામંત્રી મોનિલ ઠાકર, પંકજ તિવારી, અન્ય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં નવા મતદાર યુવા મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


