દર્શન અને ભંડારાનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો
કડોદરા, તા.૨૦
હનુમાન જયંતી નિમિત્તે કડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અકળામુખી અને સૂર્યમુખી હનુમાન મંદિરે હનુમાન જયંતીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ પૂજા અર્ચના કરી મહાભંડારાનો લાભ લીધો હતો.
આ પ્રસંગે અકળામુખી હનુમાન મંદિરના પૂજારી તથા આગેવાન અંકુર દેસા, અનિલભાઈ, દિપકભાઈ દાતા ભાનજીભાઈ પટેલ સહિતના આયોજકે જણાવ્યું હતું કે, આ અકળામુખી હનુમાનજીના મંદિરનું ઘણું મહત્ત્વ છે. લોકો દુર દુરથી આ હનુમાનજીના મંદિરે દર્શનાર્થે આવે છે. આસ્થાનું પ્રતિક છે તેમની મનોકામના પણ પૂરી થાય છે.
જ્યારે શ્રી સંકટ મોચન સૂર્યમુખી હનુમાન મંદિરના પૂજારી રામજી પાંડે આગેવાન ભરતભાઈ વાંસફોડા, વસંતભાઈ આયોજક શાંતારામ પાટીલે જણાવ્યું હતું કે, હનુમાન જયંતી નિમિત્તે આ મંદિરે વહેલી સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ત્યારબાદ મહા ભંડારો પણ થયો હતો. જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો પોતાના પરિવાર સહિત પૂજા અર્ચનાની સાથે મહાપ્રસાદીંનો લાભ લીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



