ચૂંટણી સંગ્રામમાં ભાષણોત્સવનો રંગ જામ્યો છે : પદ્મદર્શન મહારાજ

0
5

બેફામ વાણી વિલાસ અંગે પૂ.પંન્યાસ મહારાજની ટકોર
સુરત, તા.૨૫
ધુલિયા જિલ્લા સ્થિત નરડાણામાં શ્રી શાંતિનાથ જિનાલયના આરાધના ભવનમાં જૈન મુનિ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી પદ્મદર્શન વિજયજી મહારાજ અને પૂ. મુનિશ્રી પ્રીતદર્શન વિજયજીની પાવન પધરામણી થઈ હતી. આ પાવન પ્રસંગે સત્સંગ સરિતા વહાવતા પૂ.પંન્યાસ શ્રી પદ્મદર્શનજી મહારાજે જણાવ્યું હતું કે, અત્યારે ભારત દેશમાં ચૂંટણી સંગ્રામ ચાલી રહ્ના છે. ભાષણોત્સવનો ભારે રંગ જમ્યો છે. અત્યારે બ્રેક વિનાની ગાડીઓ ફુલ સ્પીડથી દોડી રહી છે. વાણી વૈભવને બાજુએ મૂકી ઉમેદવારો અને સ્ટાર પ્રાચરકો વાણી વિલાસ કરી ધૂમ મચાવી રહ્ના છે. વાણી સ્વાતંત્ર્યનો હક્ક હોવાથી જેને જે બોલવું હોય તે બિન્દાસ્ત બોલી રહ્ના છે. તેઓ સત્યની તરફદારી કરી રહ્ના છે કે અસત્યમેવ જયતેની ગુલબાંગો પોકારી રહ્ના છે તે કદાચ તેમને જ ખ્યાલ નહીં હોય. ચૂંટણી પંચ માત્ર ભિષ્મ પિતામહની જેમ આંખ મીંચામણા કરી રહ્નાં છે. કોઈ ચાવાળો કહે.. કોઈ ચોકીદાર કહે. કોઈ ગલુડીયું કહે, જેને જે બોલવું હોય તે બોલી રહ્ના છે. આપણા દેશમાં આ બધુ ચાલી શકે. કારણ કે ભારતીય પ્રજા સહિષ્ણુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY