ન્યુ દિલ્હી,તા.૨૩
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ બ્રોડકાસ્ટર અને કેબલ અને ડીટીએચ પ્લેયરને જણાવ્યું છે કે ૧ ફેબ્રુઆરીએ નવા ટેરીફ ઓર્ડરનો અમલ કરવાની છેલ્લી તારીખ છે. આ તારીખને લંબાવવામાં આવશે નહિ. ઉલ્લેખનીય છે કે ટ્રાઈએ ગ્રાહકો તેમની પસંદગીની ચેનલ કે જેને તે જાવા માંગે છે તેનું જ પેમન્ટ કરવાનું રહેશે તે અંગેનો નવો નિયમ ડિસેમ્બર ૨૯થી નોટીફાઈ કર્યો છે.
મંગળવારે પ્રમોટર અને ચીફ એક્ઝીક્યૂટીવની બે કલાક લાંબી ચાલેલી મિટિંગમાં ટ્રાઈના ચેરમેન આર એસ શર્માએ જણાવ્યું હતું કે જા નવા ટેરિફનો અમલ કરવામાં આવ્યો હશે નહિ તો બ્રોડકાસ્ટરને ડીસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ ઓપરેટર્સની ચેનલ્સને બ્લેક આઉટ કરવાનું કહેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ નવા ટેરિફનો અમલ કરવા માટે મળેલી બેઠકમાં સેક્રેટરી એસ કે ગુપ્તાએ જણાવ્યું હતું કે જા ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ ઓપરેટર્સ તેનો અમલ કરશે નહિ તો ટ્રાઈ દ્વારા તેનું લાઈસન્સ પણ રદ કરવામાં આવી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




