સુરત, તા.૩
હરિયાણાની પુષ્પાંજલિ અોવરસીસ પ્રાઈવેટ લિમિટેડના માલિકોએ સુરતના વેપારી પાસેથી રૂપિયા ૨૦.૬૮ લાખની કિંમતનું ડ્રેસ મટીરિયલ્સ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાતï-છેતરપિંડી કરી હતી.
પુણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સારોલી ખાતે બીંદલ એક્ષપોર્ટ ધરાવતા રામાવતાર મોહનલાલ શર્માએ આરોપી શિવરાજકુમાર, અભિમન્યુ, રાજીવ શર્મા, સંજીવ શર્મા, (પુષ્પાંજલિ ઓવરસીસ, હરિયાણા) વિરુદ્ધ આપેલી ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂ. ૨૦,૬૮,૪૭૧ની કિંમતનું ડ્રેસ મટીરિયલ્સ ખરીધ્યા બાદ પેમેન્ટ માટે વાયદાઓ કરી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. પુણા પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


