બુસ્ટર ડોઝ મોદીને ફાયદો કરાવશે ?

0
91

લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે જુદા જુદા વિષયોને લઇને વધારે સાવધાન થઇ ગયા છે. જેના સંકેત પણ મળવા લાગી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી સરકારના વલણથી નારાજ ચાલી રહેલા ખેડુત સમુદાય માટે મોદીએ મોટી જાહેરાત કરીને તેમની નારાજગીને કેટલાક અંશે દુર કરવાના પ્રયાસો કર્યા છે. એસએસપી માટે મોદી સરકારે મહત્તમ સમર્થન આપીને ખેડુત સમુદાયના મનને જીતી લેવાની દિશામાં પહેલ કરે છે. આનાથી ફાયદો પણ થયો છે. મોદીની પહેલનુ સ્વાગત પણ કરવામાં આવ્યુ છે. કારણ કે કેન્દ્રિય કેબિનેટના નિર્ણય બાદથી દેશના જુદા જુદા ભાગોમાં મોદીના નિર્ણયનુ ખેડુતો સ્વાગત કરી રહ્યા છે. જા કે હજુ વધુ આશા પણ મોદી પાસેથી ખેડુતો રાખે છે. તેમના ઉત્પાદન ખર્ચ કરતા ૫૦ ટકા રિટર્ન આપવાનુ મોદીએ વચન આપ્યુ હતુ. આને પાળવવામાં આવી ચુક્યુ છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે મોદી આગામી દિવસોમાં આ યોજનાનો લાભ લઇને સમર્થન મુલ્યના મામલે ખેડુતો સુધી તમામ બાબતો પહોંચાડી દેવાના પ્રયાસ કરવામાં આવનાર છે. મોદી સરકારના પ્રધાનોને આ અંગે કૃષિ સમુદાયમાં તમામ બાબતો પહોંચાડી દેવાની સુચના આપી દેવામા ંઆવી છે. બુસ્ટર ડોઝ લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને મોદીને લાભ અપાઇ શકે છે.મોદી દ્વારા જારી કરવામાં આવેલી રાહતોને જા અસરકારક રીતે ઇમાનદારી સાથે અમલી કરાશે તો ગ્રામીણ ખેડુતોની માંગને પૂર્ણ કરી શકાશે. સાથે સાથે ખેડુતોની અનેક તકલીફ પણ દુર થઇ શકશે. બુધવારના દિવસે કેન્દ્રિય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં મોદીએ થોડાક દિવસ પહેલા આપવામાં આવેલા સંકેત મુજબની જાહેરાત કરવામાં આવી હતી.કેન્દ્રીય કેબિનેટે બુધવારના દિવસે ચાવીરુપ ગણાતા ખરીફ પાક માટે નવા સમર્થન મૂલ્યને મંજુરી આપી દીધી હતી. ડાંગરના સમર્થન મૂલ્યમાં ૧૩ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. અથવા તો ૨૦૦ રૂપિયાનો વધારો Âક્વન્ટલદીઠ કરવામાં આવ્યો હતો. આની સાથે જ આની કિંમત હવે વર્ષ ૨૦૧૮-૧૯ના પાક વર્ષ માટે Âક્વન્ટલદીઠ ૧૭૫૦ રૂપિયા થઇ ગઇ છે. ૧૦ વર્ષ બાદ ખરીફ પાકમાં આટલો મોટો જંગી વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા ૨૦૦૮-૦૯માં યુપીએ સરકારે ૧૫૫ રૂપિયાસુધીનો વધારો કર્યો હતો. ૧૪ ખરીફ પાકના એમએસપી સરકારે સ્વીકારી લીધા છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા ખેડૂતોની નારાજગી અને તેમની તકલીફોને દૂર કરવાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેની બેઠકમાં આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટિએ ૧૪ ખરીફ પાક માટે એમએસપીને લીલીઝંડી આપી હતી. ડાંગરના એમએસપીમાં ૨૦૦ રૂપિયા સુધીનો વધારો કરીને તેની કિંમત ૧૭૫૦ રૂપિયા કરવામાં આવી છે જ્યારે ડાંગર ગ્રેડ-એમાં પ્રતિ Âક્વન્ટલ ૧૬૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. કોટન (મિડિયમ)ના એમએસપીને Âક્વન્ટલદીઠ ૪૦૨૦ રૂપિયાથી વધારીને ૫૧૫૦ રૂપિયા કરી દેવમાં આવ્યો છે. આવી જ રીતે કોટન લાંબા માટેના એમએસપી Âક્વન્ટલદીઠ ૪૩૨૦ રૂપિયાથી વધારીને ૫૪૫૦ રૂપિયા કરવામાં આવ્યો છે. કઠોળની વાત કરવામાં આવે તો તુવેરના એમએસપીને ૫૪૫૦થી વધારીને ૫૬૭૫ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે મગના એમએસપી ૫૫૭૫થી વધારીને પ્રતિÂક્વન્ટલ ૬૯૭૫ કરવામાં આવ્યો છે. આવી જ રીતે અડદના એમએસપી ૫૪૦૦ પ્રતિÂક્વન્ટલથી વધારીને ૫૬૦૦ રૂપિયા કરવાનો નિર્ણય કરાયો છે. મકાઈના એમએસપી ૧૪૨૫ રૂપિયાથી વધારીને ૧૯૫૦ કરવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય કરવામં આવ્યા બાદ સરકારના ખજાના ઉપર ૩૩૫૦૦ કરોડ રૂપિયાનો બોજ પડશે. ડાંગર, મગ જેવા પાકના એમએસપીમાં તીવ્ર વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજારમાં કિંમતો ઘટવાથી Âસ્થતિને ખેડૂતોને વધુ સારા લાભ આપવાનો નિર્ણય કર્યો છે. મોદીએ પાક માટે નક્કી લઘુત્તમ સમર્થન મૂલ્યની ખાતરી કરવા માટે સૂચિત નવી ખરીદી પ્રણાલીના નાણાંકીય પ્રભાવને લઇને ચર્ચા વિચારણા કરી હતી. નાણામંત્રી અરુણ જેટલીએ ૨૦૧૮-૧૯ના બજેટમાં જાહેરાત કરી હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે વાતચીત કરીને નીતિ આયોગ એક વધુ સારી નીતિ જાહેર કરશે. પાકની સિઝન જારદાર રીતે ચાલી રહી છે ત્યારે આ નિર્ણયથી કૃષિ સમુદાય ખુશ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY