થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂ પી છાકટા બનનારની ખેર નહિ, પોલીસ પાંજરે પૂરી દેશે

0
9

સુરત,તા.૨૮
થર્ટી ફર્સ્ટની ઉજવણી લોકો ઉત્સાભેર કરી શકે તેના માટે સુરત પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે. જાહેર રસ્તા પર દારૂ પીને છાકટા બનનારા લોકોને પોલીસ પાંજરે પૂરી દેશે. ઝડપભેર વાહનો ચલાવનાર અને મહિલાઓની છેડતી કરનાર સામે પણ પોલીસ કાયદાકીય પગલાં લેશે. થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને ધ્યાનમાં રાખવા જેવી બાબતો અંગે પોલીસ કમિશનરે પોલસીના સુરત સિટી પોલીસના ફેસબૂક પેજ પર લાઈવ થઈને માહિતી આપી હતી.
સુરત પોલીસ કમિશનર સતીષ શર્માએ કહ્યું હતું કે, નવા વર્ષના વધામણા માટે શહેરીજના ઉત્સાહ પૂર્વક ઉજવણી કરતા હોય છે. ખાસ કરીને ડુમસ રોડ પર પરિવાર સાથે ૩૧ ડિસેમ્બરની રાત્રે લોકો નિકળતા હોય છે.આવી ઉજવણીમાં અસમાજિક તત્વો શહેરીજનાને મુશ્કેલી પહોંચાડતા હોય છે.લોકોની સલામતી માટે સુરત પોલીસે કારગીલ ચોક પીપલોદ, હવેલી રૂંઢ જકાતનાકા, એસકેનગર ડુમસ અને ચોપાટી ડુમસ એમ કુલ ૪ સહાયતા કેન્દ્ર ઉભા કર્યા છે. ઉપરાંત પોલીસ અધિકારીઓ, હોમગાર્ડસ, ટીઆરબી જવાનો સહિતનો પોલીસનો કાફલો બંદોબસ્ત માટે તૈનાત કરાયો છે.
કમિશનરે કહ્યું હતું કે, સામાન્ય રીતે થર્ટી ફર્સ્ટની ઉજવણી વખતે ૩ પ્રકારની ફરિયાદ મળતી હોય છે. દારૂ પીને જાહેર રસ્તા પર નિકળવાના, ઝડપથી વાહન ચલાવવાના અને મહિલાઓની છેડતીના બનાવો નોંધાતા હોય છે.પોલીસ તમામ અસમાજિક તત્વો સામે સખત પગલાં ભરશે. ઉજવણી વખતે મુશ્કેલી ઉભી થાય તો મહિલાઓ ૧૦૦ નંબર, ૧૦૯૧ અથવા ૯૦૮૧૯૯૧૧૦૦ વોટસએપ નંબર પર પોલીસનો સંપર્ક કરી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY