રાજકોટ,તા.૨૮
રાજકોટને એઇમ્સ મળી ગઈ છે આ સમાચાર આવી ગયા છે. જા કે કેન્દ્ર સરકારે કોઈ જ સત્તાવાર જાહેર કરી નથી આ મુદ્દે રૂપાણી સામે ટક્કર આપનાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે જા રાજકોટને એઈમ્સ મળી જ હોય તો સત્તાવાર જાહેર કરો નહીંતર આંદોલન કરીશું.
રાજકોટમાં એઇમ્સ આબરૂનો નહીં જરૂરિયાતનો સવાલ છે, બેનર મારી હો‹ડગ લગાવી રથ ફેરવી લોકોને રસ્તા પર આવવા કહીશ. શાળા કોલેજામાં જઇ લોકોને સમજાવીશુ. એક અઠવાડિયા પછી આંદોલન ચાલુ કરીશું. રાજકોટ સિવિલ હોસ્પિટલની હાલત પણ બહુ ખરાબ છે. રૂપાણી રાજકોટના હોય છતાં આવું થાય તે શરમજનક છે. રાજકોટ પ્રદેશ કોંગ્રેસમાં જૂથવાદના મુદ્દે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું હતું કે, કોંગ્રેસમાં જિલ્લા કક્ષાએ ખોટા લોકોની નિમણૂક થઇ ગઇ છે. સાચા અને ખોટા વચ્ચેની લડાઇ છે. સાચા લોકો ખોટાની સામે અવાજ ઉઠાવી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



