પિતા સાથેનાં ઝઘડાનો બદલો લેવા યુવકે પુત્રીનું અપહરણ કર્યું

0
10

સુરત,તા.૭
સુરતના લસકાણમાં રહેતી ૧૮ વર્ષીય અંજલી (નામ બદલ્યું છે)નો પરિવાર મૂળ ભાવનગરનો વતની છે. તેણીના માતા પિતા મજૂરી કામ કરે છે. દરમિયાન અંજલી તા. ૪ના રોજ વહેલી સવારે ઘર નજીક નાસ્તો લેવા નીકળી હતી ત્યારે બે યુવકો તેના તરફ ધસી આવ્યા હતા. બંનેએ બળજબરી કરી અંજલીને બાઇક ઉપર બેસાડી દીધી હતી. તેઓએ બાઇક ઉપર અંજલીને અલગ અલગ વિસ્તારોમાં ફેરવી હતી.
કામરેજથી કીમ તરફ બાઇક ઉપર લઇ ગયા હતા. અહીં એક પેટ્રોલપંપ પાસે લઇ જઇ અંજલીને લાફા મારી ધાક-ધમકી આપી બંને યુવકો નાસી છૂટ્યા હતા. બાદમાં અંજલીએ અહીંથી પસાર થતા રાહદારીના મોબાઇલથી પરિવારને કોલ કરતા તેઓ તેણીને લેવા કીમ પહોંચી ગયા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે અંજલીનું અપહરણ કાપોદ્રામાં સહજાનંદ સોસાયટીમાં રહેતા રાહુલ પ્રવિણભાઇ ગોહિલ અને તેના મિત્રએ કર્યું હતું. રાહુલનો અંજલીના પિતા સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડાનો બદલો લેવા રાહુલે અંજલીનું અપહરણ કર્યું હતું. અપહરણ કરી અંજલીને બદનામ કરી તેણીના લગ્ન તોડી પાડવાનો પણ રાહુલનો બદઇરાદો હતો. સરથાણા પોલીસે બે યુવકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY