ભરૂચ,તા.૮
ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ ૬૬ કેવી સબસ્ટેશનના સમારકામ અને પ્રિ મોન્સૂન કામગીરી માટે ભરૂચમાં ડિજીવીસીએલ દ્વારા ૧૦ કલાકનો વીજકાપ ઝીકી દેવતા ભાર ઉનાળે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતા.
કાળઝાળ ગરમી અને વાતાવરણમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીના કારણે બફારા વચ્ચે સવારે આઠ વાગ્યાથી ભરૂચ શહેરમાં વિજ પુરવઠો ઠપ્પ કરી નાખતા ભરૂચવાસીઓના હાલ બેહાલ થયા છે. સરેરાશ ૪૦ થી ૪૨ ડિગ્રી તાપમાન અને બફારા વચ્ચે લોકોએ ગરમીથી રાહત મેળવવા અવનવા કીમિયા અજમાવવા પડ્યા હતા.
ભરૂચમાં ૬૬ કેવી સબસ્ટેશનના સમારકામ અને પ્રિ મોન્સૂન કામગીરી માટે ડિજીવીસીએલ દ્વારા ૧૦ કલાકનો વીજકાપ લાદવામાં આવ્યો છે. ગરમીથી બચવા લોકોએ વૃક્ષોની છાયામાં અને ખુલ્લા વિસ્તારમાં હાથપંખાની મદદથી ગરમીથી રાહત મેળવવા પ્રયાસ કર્યો હતો.ભરૂચના પાંચ ફીડરો હેઠળ આવતા ૪૭ જેટલા વિસ્તારો અને ૧૦૦થી વધુ સોસાયટીઓમાં આ વીજ કાપ આપવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




