લીંબાયત મહાપ્રભુનગરમાં જુગાર રમતા ૮ જુગારીઓ ઝડપી પડાયા

0
15

સુરત, તા.૧૪
લીંબાયત પોલીસે ગઈકાલે સોમવારની મોડી રાત્રિએ મહાપ્રભુનગરમાં બાતમીના આધારે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે ૨૫૮૮૦ની મતા સાથે આઠ જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
લીંબાયત પોલીસને ગઈકાલે રાત્રે એવી બાતમી મળી હતી કે, મહાપ્રભુનગરમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્ના છે. જેથી પોલીસે મળેલી બાતમીના આધારે વર્કઆઉટ કર્યુ હતું અને બાતમી વાળા સ્થળે રેડ પાડી હતી. રેડ દરમિયાન પોલીસે ઓટલા પર બેસી જુગાર રમતા અકરમ આબુઝર શેખ, નાસીર હાસીમ શેખ, મહમ્મદ અસલમ અબ્દુલ ગફાર સિદ્દિક, કિસુરેશ જગદેવભાઈ મોહંતો, ઈમ્તિયાઝ અબ્દુલ સકોર શેખ, મહમ્મદ અલતાફ અબ્દુલ સત્તાર અંસારી, કમરેઆલ મહમ્મદ હાસીમ શેખ તેમજ ઈજહારૂલ હલ અબ્દુલ કલામ શેખને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત પોલીસે અંગઝડતી તેમજ દાવ પરના રોકડા રૂપિયા અને ગંજીપાના મળી કુલ રૂ.૨૫૮૮૦ની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY