ઉશ્કેરાયેલા યુવકે યુવતીના પિતાને પણ ધમકી આપી
સુરત, તા.૧૪
સરથાણામાં સગાઈ તોડી નાંખવા મુદ્દે મૂરતિયાએ કન્યાના ઘરે જઈ તોફાન મચાવ્યું હતું અને કન્યાના પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી સગાઈમાં થયેલા ખર્ચની માંગણી કરતા આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલી રઘુનંદન સોસાયટીમાં રહેતા રવિ બાબુભાઈ નારિગરાની ચાર વર્ષ પહેલાં સરથાણા મુકામે સગાઈ થઈ હતી. જોકે, કોઈ કારણોસર આ સગાઈ તૂટી ગઈ હતી. સગાઈ તૂટવાના કારણે ઉશ્કેરાટમાં આવેલા મૂરતિયો રવિ ગઈકાલે સાંજે પાંચ વાગ્યાના સુમારે કન્યાના ઘરે ગયો હતો. જ્યાં ગાળ ગલોચ કરી કન્યાને પોતાની સાથે આવવા જણાવ્યું હતું અને નહીં આવે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ સગાઈમાં થયેલા ખર્ચની માંગણી કરી કન્યાના પિતાને પણ ધમકી આપી હતી. આ બનાવ અંગે કન્યાના પરિવારે સરથાણા પોલીસ મથકમાં આરોપી રવિ નારિગરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે એએસઆઈ ભાસ્કરે વધુ તપાસ શરૂ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



