અમદાવાદના વેપારીએ બે ભાગીદારો સામે ફરિયાદ નોંધાવી
સુરત, તા.૧૫
ભાગીદારીમાં શરૂ કરેલા ધંધામાં વાપી અને રાજસ્થાનના ભાગીદારે રોકડા રૂપિયા ૧૫.૮૮ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ઉધના પોલીસ મથકે નોંધાઈ હતી.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના રહીશ પ્રદીપ ગૌરીશંકર ત્રિવેદીએ આરોપી વિકાસરાજ મદનલાલ છાજર (વાપી), મૂલચંદ જૈન (રાજસ્થાન), વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ સુરત, ઉધના ખાતે આરોપીઓએ ફરિયાદી સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કરી ધંધાના રોકડા રૂ.૧૫,૮૮,૭૪૯ની રકમની ઉચાપત કરી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો. ઉધના પોલીસે પ્રદીપ ત્રિવેદીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



