સુરત,તા.૮
ડોક્ટરને ભગવાન માનવામાં આવે છે ત્યારે સુરતમાં એક નકલી ડોકટરે પૈસા કમાવવા માટે કલીનીક ખોલી દીધું હતું બે વર્ષથી લોકો સાથે ઠગાઈ કરતો હતો. આખરે નકલી ડોક્ટરનો પર્દાફાશ થતા જેલના સળિયા પાછળ ધકેલાયો છે.
સુરતમાં આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ડોક્ટર પાસે કોઈ ડીગ્રી ન હતી અને કલીનીક ચાલુ કરી દીધું હતું. પોલીસે આ ડોક્ટરની ધરપકડ કરી લીધી હતી. પોલીસે ધરપકડ કરેલ નકલી ડોક્ટરનું નામ રમેશ વૈકંટૈયા ચિંતાલુ હતું. આ નકલી ડોક્ટર છેલ્લા બે વર્ષથી સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ પ્રતાપ નગરમાં એક કલીનીક શરૂ કરીને ચલાવતો હતો. અને લોકો સાથે ઠગાઈ કરતો હતો.
આ ડોક્ટર પાસે ડોક્ટરની કોઈ પણ ડીગ્રી ન હોવા છતાં કલીનીક શરૂ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. આ અંગેની જાણ એક જાગૃત નાગરિકને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યાંથી પોલીસે તપાસ કરતા આરોપી નકલી ડોક્ટર રમેશ વૈકંટૈયા ચિંતાલુની લીબાયત પોલીસે ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



