સુરત,તા.૧૭
મહીધરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે યુવતી સાથે મળીને વેપારીને યુવતીના ઘરે બોલાવ્યો હતો. તે સમયે હેડ કોન્સ્ટેબલે સાગરીત સાથે મળીને નકલી દરોડા પાડ્યા હતા. અને અશ્લીલ ફોટો પાડી લીધા હતા. ત્યારબાદ પતાવટના નામે ૨ લાખ માગ્યા હતા અને કોન્સ્ટેબલે ૬૦ હજાર રૂપિયા લઈ લીધા હતા.
વધુ ૧૦ હજાર રૂપિયા માંગતા યુવકે પોલીસને જાણ કરી હતી. પોલીસે કોન્સ્ટેબલને પકડવા માટે ટ્રેપ ગોઠવી હતી. જેમાં એક પકડાઈ ગયો હતો. ત્યારબાદ અન્ય આરોપીઓ પકડાયા બાદ મુખ્ય આરોપી તરીકે મહિધરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે.
એસીપીએ આરોપીઓને પકડવા માટે ટ્રેપ ગોઠવી હતી. ધર્મેશે હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રને રૂપિયા લેવા માટે લમ્બે હનુમાન રોડ પર બોલાવ્યો હતો. ત્યાં કોન્સ્ટેબલ જીતેન્દ્ર જાતે આવ્યો ન હતો પરંતુ તેના સાગરિત રીક્ષાવાળા સુનિલને મોકલ્યો હતો. તે રૂપિયા લેવા આવતા પોલીસે તેને પકડી લીધો હતો. આ પ્રકરણમાં પોલીસે ધર્મેશની ફરિયાદ લીધી નહતી. તેના બદલામાં પોલીસે જાતે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુનિલ, કિરણ સહિતના આરોપીઓ પકડાઈ ગયા બાદ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર મુળજી ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. અને રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


