હાલોલ,તા.૧૭
હાલોલ જીઆઇડીસીના અંતરીયાળ વિસ્તારમા ખાનગી ટ્યૂશન ક્લાસ ચલાવતા આધેડ શિક્ષક દવારા ટ્યૂશન આવેલ સાત વર્ષની બાળકી સાથે છેડછાડ અડપલાં કરી જાતીય હુમલો કરતા સમયે બાળકીની દાદી આવી જતા શિક્ષક ને ઠપકો આપવામાં આવતા શિક્ષક દ્વારા દાદી પર હુમલો કરવામાં આવ્યાની ઘટનામાં આરોપી શિક્ષક વિનુ પરમાર ને કોર્ટે શરતી જામીન આપી છ મહિના સુધી હાલોલમાં પ્રવેશ ન કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. સાત વર્ષ ની બાળકી સાથે શિક્ષક દવારા કરાયેલ હિચકારા કૃત્ય ને લઇ પંથક માં શિક્ષક સામે લોકો નો રોષ ફાટી નીકળ્યો હતો.
બીજી તરફ આરોપી શિક્ષક દ્વારા કોર્ટ માં જામીન અરજી મુકતા ફરિયાદી પક્ષ અને તપાસ પોલીસ અધિકારી દ્વારા જામીન ન આપવા સોગંદનામા કોર્ટ માં રજૂ કરાયા હતા. કોર્ટ દ્વારા આરોપી વિનુ પરમાર ને કોર્ટે શરતી જમીન પર છોડવાનો હુકમ કરાયો છે જેમાં કોર્ટની પરવાનગી સિવાય રાજ્યની હદ છોડવી નહીં. કેસની ચાર્જશીટ રજૂ થતા સુધી દર પંદર દિવસે પોલીસ મથક માં હાજરી પુરાવી.અને છ મહિના સુધી હાલોલ માં પ્રવેશ ન કરવાનો હુકમ કરાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


