જાહેર સુરક્ષા અંગે પ્રતિબંધ લાગુ કરાયો
સુરત, તા.૨૫
અસામાજિક અને દેશદ્રોહી તત્વો દ્વારા સૈન્ય તથા અન્ય સશસ્ત્ર દળ તેમજ પોલીસ દળના ગણવેશ ધારણ કરી રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર ખતરો ઉદભવી શકે તેવી પ્રવૃતિ થઇ શકે છે એ સંભાવનાને ધ્યાને લેતા આવી પ્રવૃતિઓ અટકાવવા માટે તથા રાષ્ટ્રીય સુરક્ષા અને જન સલામતી ન જોખમાય તે માટે અગાઉથી તકેદારીના પગલાં લેવા માટે સ્પેશિયલ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર પી.એલ. ચૌધરીએ એક જાહેરનામું બહાર પાડી શહેરમાં પોલીસ અને સૈન્યના ગણવેશ, સૈન્યને લગતા ચિહ્નો, ચીજવસ્તુઓ, વાહનોના વેચાણ-ઉપયોગ ઉપર નિયંત્રણ મૂક્યા છે. જે મુજબ કોઇપણ વ્યકિત અનધિકૃત રીતે સૈન્ય તથા અન્ય સશસ્ત્ર દળ તેમજ પોલીસ દળના ગણવેશ તથા તેની સાથે સામ્યતા ધરાવતા વસ્ત્રોનું વેચાણ તથા ઉપયોગ કરી શકશે નહિ. ઉપરાંત આવા ગણવેશ વેચાણની દુકાન ધરાવનારે અને સૈન્યને લગતા ચિહ્નો, ચીજવસ્તુઓ, વાહનો બનાવનારે નિયત રજીસ્ટર નિભાવવાનું રહેશે.
ખરીદી કરવા આવનાર વ્યક્તિઓ પાસેથી સુરક્ષા એજન્સીનું ઓળખકાર્ડની નકલ મેળવીને જ વેચાણ કરવું. સુરક્ષા દળોના ગણવેશ, ચિહ્નોનો દુરુપયોગ ન થાય તેવી સતર્કતા રાખવી. ના જાહેરનામું તા.૧૨/૦૭/૨૦૧૯ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંધન બદલ શિક્ષાને પાત્ર થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


