પાણી, વીજળી અને શૌચાલયની વ્યવસ્થા કરવી
સુરત, તા.૨૫
બાંધકામના સ્થળે કામ કરતી પ્રાથમિક સુવિધાથી વંચિત મહિલા મજુરો અને નાબાલિક બાળકો જાતીય શોષણનો ભોગ બની શકે તેવી સંભાવનાને ધ્યાને લઇ સ્પેશિયલ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર પી.એલ. ચૌધરીએ એક જાહેરનામું બહાર પાડી શહેરમાં માર્ગ અને મકાનની બાંધકામની જગ્યાઓ, ઈંટના ભઠ્ઠાઓ, પથ્થરની ખાણ વગેરે સ્થળોએ કામ કરતા મહિલા મજુરો અને નાબાલિક બાળકોને સબંધિત મજુર ઠેકેદાર દ્વારા પાણી, વિજળી, શૌચાલય, વગેરે પ્રાથમિક સુવિધાઓ સાથેની રહેણાંક વ્યવસ્થા ઉપલબ્ધ કરવાનો હુકમ કર્યો છે.
સબંધિત ઠેકેદારે જાહેરનામાની પ્રસિધ્ધિની તારીખથી દિન-૭માં ઉપર્યુકત સવલતો પુરી પાડવાની રહેશે. નવા શરૂ થતા એકમોએ વ્યવસ્થા કર્યા બાદ કામ શરૂ કરવાનું રહેશે. જાહેરનામું ૧૪/૦૭/૨૦૧૯ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન બદલ શિક્ષાને પાત્ર થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



