સેન્ટ્રલ ઝોન દ્વારા ઓપરેશન ડીમોલીશન
સુરત, તા.૧૦
સેન્ટ્રલ ઝોનના ડે.કમિશનર અને કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ નીચે વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૧૨, નોંધ નં.૨૦૧૪/બ/૧, ૨૦૧૪/બ/૨ સૈયદવાડા વાળી મિલ્કતમાં મંજુર પ્લાન વિરૂદ્ધ પાંચમાં માળે કરેલ ગેરકાયદેસર બાંધકામ અત્રેથી તા.૭-૬-૨૦૧૯ના રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાનાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાના સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત પાંચમાં માળે આશરે ૧૯૦૦ ચો.ફુટ આર.સી.સી. સ્લેબ દૂર કરવામાં આવેલ છે. તેમજ ડીમોલીશન પેટે રૂ.૭૫૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ લેવામાં આવેલ છે અને વોર્ડ નં.૦૪ નોંધ નં.૧૭૨૧-૨૨, બેગમપુરા વાળી મિલકતમાં સુરત મહાનગરપાલિકાની મંજુરી લીધા વિના ગેરકાયદેસર બાંધકામ કરતા અત્રેથી તા.૭-૬-૨૦૧૯ના રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાનાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાનાં સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત ચોથામાં માળે આશરે ૨૦૦ ચો.ફુટ. આર.સી.સી. સ્લેબ તથા પાંચમા માળે ૯ કોલમો દુર કરવામાં આવેલ છે તથા ડીમોલીશનની કાર્યવાહી હાલ પ્રગતિ હેઠળ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



