નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાળ દેખાવો : દર્દીઓને ભારે હાલાકી

0
7

પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે ડૉ. મુકરજી ઉપર થયેલા જીવલેણ હુમલાનો સુરતમાં પણ વિરોધ
સુરત, તા.૧૭
પિમ બંગાળમાં ડોક્ટર ઉપર થયેલા જીવલેણ હુમલા સંદર્ભે દેશભરના રેસીડેન્ટ ડોક્ટરોની આજની હડતાળમાં સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટરો જાડાયા હતા અને પોત પોતાની કેમ્પસમાં રેલી યોજી દેખાવો કર્યા હતા.
દેશભરમાં સરકારી તબીબો ઉપર દર્દી અથવા સગા સંબંધીઓ કરવામાં આવતા હુમલાની ઘટનામાં ખાસ્સો વધારો થઈ રહ્ના છે. તાજેતરમાં પિમ બંગાળ ખાતે ડૉ. મુકરજી ઉપર થયેલા હુમલાને પગલે દેશભરના વિરોધનો વંટોળ ફુંકાયો છે. આજે દેશભરમાં સરકારી તબોબની હડતાળમાં સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના સ્ટુડન્ટ્સ અને રેસીડેન્ટ ડોક્ટરોએ પ્રતિક હડતાળ પાડી કેમ્પસમાં દેખાવો યોજ્યા હતા.
સિવિલ હોસ્પિટલના ડોક્ટર એસો.ના પ્રમુખ ડૉ. આકાશ પટેલના જણાવ્યા મુજબ આજે સવારે બેનર અને પોસ્ટરો સાથે સિવિલ કેમ્પસમાં રેલી યોજવામાં આવી હતી. તેમજ નાટક ભજવવામાં આવ્યું હતું. આ સાથે લોકોને માર્ગદર્શન રૂપ ફાયર સેફ્ટી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આજે સાંજે સિવિલ કેમ્પસમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે. રોહતકમાં વર્કલોડને કારણે આપઘાત કરનાર રેસીડન્ટ ડોક્ટરને શ્રદ્ધાંજલી આપવામાં આવશે.
સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરો પણ હડતાળમાં જોડાઈને સ્મીમેર કેમ્પસમાં દેખાવો યોજ્યા હતા. ડોક્ટરોની હડતાળને પગલે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ઈમરજન્સી સેવા ચાલુ રખાય હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY