સુરત,તા.૧૭
સંજાણ બંદર રોડ ખાતે રહેતા સલિમ મહમદ કાલીયાની દીકરી ફરહીનના લગ્ન સંજાણ બંદર ખાતે રહેતા જૈલુન જાવેદ ઉમરમિયા કાલીયા સાથે વર્ષ ૨૦૧૫માં મુસ્લિમ સમાજના નીતિનિયમ રીત રિવાજ મુજબ થયા હતા. શરૂઆતના દિવસોથી જ ફરહીન સાથે સાસરિયાં પક્ષના સભ્યો સામાન્ય બાબતે ઝઘડો કરવાનું શરૂ કરેલ જે ઝઘડો કાયમ માટે થતો રહેતો. ફરહીનના પતિ જૈલુન શિપિંગ કંપની (શીપ)માં કામ કરતો હોવાથી વર્ષના ૮ મહિના તે વિદેશમાં રહે છે. ત્યારબાદ ચાર મહિના માટે રજા લઈ ઘરે એટલેકે ભારત પોતાના મદેરા વતન સંજાણ આવી પરિવાર સાથે વિતાવે છે.
વર્ષ ૨૦૧૬માં ફરહીનના કૂખે રફાન નામના સંતાનનો જન્મ થયો હતો. જે સંતાન તેનું નહીં હોવાનું કહી ફરહીન સાથે તેના પતિ જૈલુને ઝઘડો શરૂ કરી દેતા કંકાસથી કંટાળી રફાન તેના પિયર ચાલી ગયેલ. કેટલાક આગેવાનોની મધ્યસ્થી સાથે પતિ પત્ની વચ્ચે સમાધાન થતાં ફરહીન તેના પુત્ર સાથે ઘરે પરત આવ્યો હતો.
ફરહીનની નુરબીબી નામક એક નણંદ છે જેના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા પરંતુ તેના ખોળે સંતાન નહીં હોવાથી ફરહીનનો પતિ અને સાસુ સસરા રફાન (પુત્ર)ને નુરબીબીને દત્તક આપી દેવાનું દબાણ શરૂ કર્યુ હતું. જેની સામે ફરહીને અસહમતી દર્શાવતા ફરહીન ઉપર માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ઘરની પાછળ આવેલા કૂવામાં ફેકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે તલાકનામા સામે વાંધો હોવાથી જામા મસ્જિદના ટ્રસ્ટીઓએ તલાક નામા ઉપર હસ્તાક્ષર કર્યા ન હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



