કારખાનામા઼ જુ઼ગાર રમતા નવ ઝડપાયા

0
11

સુરત, તા. ૧૮
કામરેજ માકણા ગામ ખાતે આવેલ એમ્બ્રોઈડરી ખાતાની ઓફિસમાં પોલીસે દરોડા પાડી ગોળ કુંડાળુવાળી જુગાર રમી રહેલા ૯ જુગારીઓની ધરપકડ કરી રૂ. ૧.૩૭ લાખ રોકડા મોબાઈલ ફોન, બે નંગ કાર તથા ચાર નંગ મોટર સાઈકલ મળી કુલ્લે ૭.૫૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ-માંકણા ગામ ખાતે આવેલ એક એમ્બ્રોઈડરીના કારખાનામાં પોલીસે દરોડા પાડયા હતા. આ દરોડા દરમિયાન ગોળ કુંડાળુવાળીï તીનપત્તીનો હાર-જીતïનો જુગાર રમતા કતારગામનો ગીરધર વામજા, રસીક, વામળી, હરેશ વામજા, મોટા વરાછાના પ્રવીણભાઈ નવાપરીયા, સારોલીના નરેશ મેમલીયા, સરથાણા જકાતનાકાના અશ્વિનભાઈ આંબલિયા એ.કે. શેડના રાકેશ કલકાણી, સરથાણા વ્રજચોકના મનોજભાઈ ઘામત અને પ્રવીણભાઈ રણછોડભાઈની ધરપકડ કરી હતી. પોલીસે આ નવ જુગારીઓ પાસેથી દાવ પરથી ૨૫,૪૦૦/- અંગ જડતીમાંથી રોકડા રૂ. ૧.૩૭ લાખ ૧૧ મોબાઈલ ફોન કાર, બાઈક મળી કુલ્લે ૭.૫૪ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY