અમદાવાદ,તા. ૨૭
આશ્રમરોડ પર આવેલી નવગુજરાત કોલેજમાં અભ્યાસ કરતી અને એચ.કે. કોલેજની બાજુમાં આવેલ ચિનુભાઇ ટાવરમાં ઓફિસમાં પાર્ટટાઇમ ટેલિકોલર તરીકે નોકરી કરતી યુવતીને તેના જ બોસે કેબિનમાં બોલાવી હાથ પકડી બીભત્સ માગણી કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. યુવતીએ આ મામલે વિરોધ કરતાં તેના બોસે જાતિ વિષયક શબ્દો બોલી ગાળાગાળી કરી હતી. બાદમાં યુવતીની પોલીસ ફરિયાદના આધારે નશાની હાલતમાં વર્તન કરનાર બોસની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી હતી.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ જૂના વાડજ વિસ્તારમાં રહેતી યુવતી નવગુજરાત કોલેજમાં એસવાય બીએમાં અભ્યાસ કરે છે અને એચ.કે. કોલેજની બાજુમાં આવેલ ચિનુભાઇ ટાવરમાં નિલય એન્ટરપ્રાઇઝ નામની વેલ્વેટ પેન્સિલના મશીન બનાવતી કંપનીમાં ટેલિકોલર તરીકે નોકરી કરે છે. કંપનીના બોસ એવા સંજય શુક્લાએ યુવતીને બે દિવસ પહેલાં સાંજે કેબિનમાં બોલાવી હતી અને જણાવ્યું હતું કે, તારે કસ્ટમર સાથે મીઠી મીઠી વાતો કરવાની અને એવી રીતે વાતચીત કરવાની કે આપણાથી ઇમ્પ્રેસ થઇ જાય. કસ્ટમર વીડિયો કોલિંગ કરવાનું કહે તો વીડિયોકોલિંગ કરવું અને જે ડિમાન્ડ કરે તે પૂરી કરવાની. ગ્રાહક કહે તે બધું કરવાનું તેમ કહી યુવતીનો હાથ પકડી લઇ જણાવ્યું હતું કે, મને જે કોઇ છોકરી ગમે તેને હું ડાયરેકટ આઇ લવ યુ કહી દઉં છું. આ વાતથી સ્તબ્ધ બની જઇ યુવતી ઘેર જતી રહી હતી અને બીજા દિવસે બપોરે યુવતી તેના ભાઇ સાથે ઓફિસમાં પગાર લેવા ગઇ ત્યારે સંજય શુક્લા નશાની હાલતમાં હતો અને તેણે પગાર આપવાની ના પાડી બદનામ કરવાની ધમકી આપી હતી. કોઓપરેટ કરવાનું કહી જાતિ વિષયક શબ્દો ઉચ્ચાર્યા હતા. આ મામલે નવરંગપુરા પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આરોપી સંજય શુક્લાની અટકાયત કરી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, અન્ય સ્ટાફ કર્મચારીઓમાં ખાસ કરીને અન્ય યુવતીઓમાં બોસના આ પ્રકારના વર્તનથી ડરની લાગણી પ્રસરી ગઇ હતી.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



