કાચા ઘરમાં પ્રવેશ કરી ટોળાએ તોડફોડ કરી
સુરત, તા. ૪
લાજપોર ગામમાં ભાથીજી મહારાજ મંદિરની જગ્યામાં કાચુ મકાન બનાવનાર પીરવારને માર મારી ઘરમાં તોડફોડ કરનારા ૧૦ જણાં સામે સચીન પોલીસ સ્ટેશને રાયોટિંગનો ગુનો દર્જ થયો હતો. પોલીસે ત્રણ જણાંની ધરપકડ કરી હતી.
સચીન પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લાજપોર ગામ કરાકુવા ફળિયામાં રહેતા ભીખાભાઈ મોહનભાઈ રાઠોડે આરોપી મગન છોટુ રાઠોડ, વિજય બાલુ, નિવેશ બાબુ, પ્રવીણ ફકીર, વનિતાબેન દીપક, ધર્મેશ મનસુખ, કિન્નરીબેન શંકર, રેખાબેન નરેશભાઈ, સોનાલીબેન રમેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોîધાવી હતી. આરોપીઓએ ફરિયાદીનું કાચુ ઘર તોડી નાખી રૂપિયા ૩૦ હજરનું નુકસાન પહોચાડી ફરિયાદી તથા તેમની પત્ની બહેન, ભાભીને ઢીક-મુક્કી માર મારી હવે પછી ભાથીજી મહારાજ મંદિરની જગ્યામાં મકાન બનાવશે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.બનાવ અંગેï સચીન પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



