સુરત, તા. ૪
લુમ્સ મશીનના સ્પેર પાર્ટસ ખરીદવા ગયેલા વેપારીની મોટર સાઈકલની ડીકીમાંથી રોકડા રૂપિયા ૩.૫૦ લાખ ગુમ થયા હતા. વેપારીએ લીંબાયત પોલીસે સ્ટેશને ફરિયાદ નોધાવી હતી.
લીંબાત પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી વાંકાનેરના વેપારી મોહંમદ જલીલ વિમનજી બરીચ સુરતના લીંબાયત ખાતે નારાયણનગરમાં આવેલ મહેલ મિલજીન સ્ટોરમાં લુમ્સ મશીનના સ્પેર પાર્ટસની ખરીદ કરવા આવ્યા હતા. ત્યારેમોટર સાઈકલ ડીકીમાં પ્લાસ્ટિકની થેલીમા રોકડા રૂપિયા ૩,૫૦,૦૦૦ મુકીને દુકાનમાં ગયા હતા. ત્યારે કોઈ અજાણયા બે વ્યકિતએ ડીકી તોડી રોકડા રૂ. ૩.૫૦ લાખની ચોરી કરી ગયા હતા.
લીંબાયત પોલીસે વેપારી મોહમ્મદ જલીલની ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


