તાપી જિલ્લામાં જોરદાર વરસાદ
વ્યારામાં ચાર, ઉચ્છલ અને ડોલવણમાં છ-છ ઇંચ વરસાદ ઝીંકાયો
સુરત, તા.૫
તાપી જિલ્લામાં ગતરોજ સાંજથી ધીમી ધારે શરૂ થયેલ વરસાદ આજે મળસ્કે જોરદાર વરસયો હતો. તમામ તાલુકાઓમાં એકથી ચાર ઈંચ વરસાદ થતા ઉકાઈ ડેમમાં આ સીઝનમાં પ્રથમ વખત નવી આવક શરૂ થઈ છે. ૪ હજાર ક્યુસેકની નજીવી આવક સાથે ડેમમા નવા નીરના આગમન શરૂ થયું છે.
દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં આજે સવારથી મુશળધાર વરસાદ શરૂ થયો છે. વ્યારામાં ૮૮મીમી, વાલોડમાં ૪૫મીમી, સોનગઢમાં ૩૮મીમી, ઉચ્છલમાં ૬૧મીમી, નિઝરમાં ૩૪મીમી, કુકરમુંડામાં ૩૪મીમી, ડોલવણમાં ૬૧મીમી જેટલો વરસાદ ગણતરીના બે થી ચાર કલાક દરમ્યાન થયો છે. ગત ચોવીસ કલાક દરમ્યાન પણ તાપી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લામાં થયેલ વરસાદના પગલે ઉકાઈ ડેમમાં વરસાદી પાણીની નવી આવક શરૂ થઈ છે.
ઉકાઈ ડેમમાં મોડી રાતથી જ ચાર હજાર ક્યુસેકની આવક શરૂ થઈ છે. ઉકાઈની ભયજનક સપાટી ૩૪૫ ફૂટની સામે આજે બપોરે સપાટી ૨૭૫.૮૧ ફૂટ નોîધાઈ છે. ઉકાઈમાં ૪૨૨૯ ક્યુસેકની આવક સામે ૬૦૦ ક્યુસેકનો ડિસ્ચાર્જ થઈ રહ્ના છે. ઉકાઈની સપાટીમાં ગત ૨૪ કલાક દરમ્યાન નજીવો ૦.૦૫ મીટરનો વધારો નોîધાયો છે. આગામી દિવસોમાં ઉપરવાસથી પણ ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થાય તેવી શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



