સુરત,તા.૧૮
સુરત સિવિલ હોસ્પિટલમાં મેડિસિન અને સર્જરી વિભાગ વચ્ચેના આંતરિક ઝઘડામાં જેલના આરોપીને ૮ કલાક બાદ દાખલ કરાયો હતો. સિવિલના ટ્રોમા સેન્ટરના ઇમરજન્સી મેડિસિન વિભાગના માથે કેદી દર્દીને નાખી મેડિસિન વિભાગના તબીબોએ માનવતા નેવે મૂકી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, એક સાથે જેલના ૧૦ આરોપીઓને સારવાર માટે હેડ કવાટર્સના પોલીસ જવાનો બુધવારે સિવિલ લઈ આવ્યા હતા. જે પૈકી એક બેચરભાઈ હત્યા કેસનો આરોપી અને કમળાનો દર્દી હતો. બેચરભાઈના લેબ રિપોર્ટમાં કમળો પોઝીટીવ, હિમોગ્લોબીન ૩.૭ અને પ્લેટરેટ દોઢ લાખથી ૪ લાખ વચ્ચેના હોવાને બદલે માત્ર ૩૨૦૦૦ હોવાનું નિદાન થયું હતું. બેચરભાઈની સાથે અન્ય ૯ કેદીઓ અને પોલીસ જાપ્તો ખાધા-પીધા વગર એક વિભાગમાંથી બીજા વિભાગમાં ધક્કા ખાતો રહ્યો હતો. નિયમ મુજબ જેલના કાચા કે પાકા કામના આરોપીઓને એપી લેવલના ડોકટર જ દાખલ કરી શકે તેવો નિયમ છે. જેથી સિવિલના ટ્રોમા સેન્ટરના ઇમરજન્સી મેડિસિન વિભાગના માથે કેદી દર્દીને નાખી મેડિસિન વિભાગના તબીબોએ માનવતા નેવે મૂકી હતી. લગભગ રાત્રે ૮ વાગે કેસ પેપર કઢાવ્યા બાદ પણ ૯.૧૫ વાગ્યા સુધી પોલીસ અને કેદી દર્દીને રઝળતા રખાયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


