કેલિફોર્નિયા,તા.૧૮
વીડિયો સ્ટ્રીમિંગ કંપની નેટફ્લિક્સના એપ્રિલ-જૂન ત્રિમાસિક પરિણામો સારા નથી આવ્યા. અમેરિકામાં ૧.૩ લાખ સબ્સ્ક્રાઇબર ઘટી ગયા છે. જાણકારોએ ૩.૫૨ લાખ સુધી વધવાનું અનુમાન કર્યું હતું. અમેરિકા બહાર કંપનીએ ૨૮ લાખ સબ્સ્ક્રાઇબર જોડયા છે. વિશ્લેષકોને ૪૮ લાખ સબ્સ્ક્રાઇબર્સ વધવાની આશા હતી. પરિણામોની અસર કંપનીના શેર પર પણ થઇ. બુધવારના આફ્ટર અવર ટ્રેડિંગમાં નેટફ્લિક્સનો શેર ૧૨ ટકા ઘટી ગયો. તેનાથી માર્કેટ કેપ ૨૧.૫ અરબ ડોલર(લગભગ ૧.૫ લાખ કરોડ રૂપિયા ) ઘટીને ૧૩૮.૫ અરબ ડોલર રહી ગઇ.
નેટફ્લિક્સનું કહેવું છે કે જે ક્ષેત્રોમાં કિંમતો વધારી ત્યાં સબ્સ્ક્રાઇબરની સંખ્યા વધુ પ્રભાવિત થઇ. જોકે કંપનીના સીઇઓ રીડ હેસ્ટિંગ્સે આશા રાખી છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ સબ્સ્ક્રાઇબર જોડશે. દુનિયાભરમાં નેટફ્લિક્સના સબ્સક્રાઇબર્સની સંખ્યા અત્યારે ૧૫.૬ કરોડ છે. નેટફ્લિક્સે જૂન ત્રિમાસિક દરમિયાન બ્રિટન, સ્વિત્ઝર્લેન્ડ, ગ્રીસ અને પશ્વિમી યુરોપમાં સબ્સ્ક્રિપ્શન પ્રાઇસ વધારી હતી.
આ પહેલા ૨૦૧૧માં અમેરિકામાં નેટફ્લિક્સના યુઝર્સ ઘટયા હતા. એ સમયે પણ કંપનીએ કિંમતો વધારી હતી. સાથેજ ડીવીડી બાય મેલ અને સ્ટ્રીમિંગ સર્વિસેઝ અલગ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


