એક હિરા વેપારીએ રૂ. ૩૮.૯૦ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી
સુરત, તા. ૨૦
કાપડ ઉદ્યોગની જેમ હવે હિરા બજારમાં હિરા વેપારીઓનું ઉઠમણું શરૂ થઈ ગયું છે. ભીમરાડના હિરા વેપારી પિતા-પુત્રએ લાખો રૂપિયામાં ઉઠમણું કરતાં લેણદારો દોડતાં થઈ ગયા હતાં. એક લેણદાર હિરા વેપારીએ આ પિતા-પુત્ર સામે મહિધરપુરા પોલીસ સ્ટેશને રૂપિયાï ૩૮.૯૦ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હિરા બજાર મહિધરપુરામાં હિરાનો વ્યવસાય કરતાં સીમાડા નાકા મણીનગરમાં રહેતાં હિરા વેપારી અશોક જેરામ કળથિયાનો વિશ્વાસ કેળવી આરોપી પિતા-પુત્ર પીયુષ રમેશચંદ્ર ઉપાધ્યાય, હર્ષ પિયુષભાઈ (રહે. ભીમરાડ ગામ)નાએ રૂપિયા ૩૮,૯૦,૨૦૮ની કિંમતનાં હિરાનો માલ ખરીદી અલગ-અલગ મુદ્દતે પેમેન્ટ ચૂકવવાનો વાયદો કર્યો હતો. પરંતુ આરોપી પિતા-પુત્રે પેમેન્ટ ચૂકવવાના બદલે અોફિસ બંધ કરી નાસી ગયા હતાં. મહિધરપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



