મમતા બેનર્જી એરસ્ટ્રાઇકના સબૂત માંગે છે તો રાહુલ રાજકીય રમત રમે છેઃ અમિત શાહ

0
14

ભાજપ અધ્યક્ષે સુરતમાં મોઢ વણિક સમાજના રાષ્ટ્રીય સંમેલનને સંબોધ્યુ
સુરત,તા.૩
બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહે આજે સુરતમાં મોઢ વણિક સમાજના રાષ્ટ્રીય સંમેલનમાં સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા તેમણે જાતિવાદનું દૂષણ કાઢવા માટે પીએમ મોદીએ અનેક પ્રયાસો કર્યા તેવું અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું.
તેમણે કહ્યું કે, અનેક જાતિઓમાં આપણા સમાજનું અસ્તિત્વ છે. દેશના દરેક ગામમાં અખિલ ભારતીય તૈલીક શાહુ સમાજ ફેલાયેલો છે. પોતાની રોજગારીની કુનેહથી આખા ગામનું મન જીતવાનું કામ આ સમાજે કર્યું છે. પહેલા હું એમ માનતો કે આ માત્ર ગુજરાતમાં જ છે, પણ હાલ દેશના કોઈ પણ ગામમાં જતા રહો, તમને મોદીની દુકાન જરૂર મળશે. નેપાળ સુધી આ સમાજનું અસ્તિત્વ દરેક ગામમાં વસેલુ છે, અને દૂધમાં ખાંડની જેમ મિક્સ થઈને રહે છે. તેમણે કહ્યું કે, મોદીજી જાતિવાદમાં વિશ્વાસ નથી રાખતા. જ્યારથી તેમણે સમાજ જીવન અપનાવ્યું, ત્યારથી લઈને અત્યાર સુધી હંમેશા જાતિવાદના દૂષણ રાજનીતિમાંથી નીકળે તે માટે સંઘર્ષ કરે છે. પણ વાસ્તવિકતા એ છે કે, મોદીજી પણ આ જ સમાજમાંથી આવે છે. એક ગરીબ પરિવારમાંથી આવીને મોટા લોકતાંત્રિક દેશના વડાપ્રધાન બનવાની સફર મહેનત અને પ્રમાણિકતાથી કરી છે. હું ૧૯૮૦થી તેમની સાથે છું. કાર્યકર્તા કેવો હોવો જાઈએ, સાર્વજનિક જીવનમાં તેનો વ્યવહાર કેવો હોવો જાઈએ, તેમણે અનેક કાર્યકર્તાઓનું નિર્માણ કર્યું છે. આ જ પરિણામે ક્યારેક અમારી બે સીટ હતી, આજે ૨૪૨ સીટ સામે અમારી સરકાર છે.
પીએમ મોદી માટે તેમણે કહ્યું કે, આતંકવાદ સામે લડવાનો તેમનો ઉત્સાહ અતુલ્ય છે. ઝીરો ટોલરન્સ અગેઈન્સ ટેરરીઝમ. ૨૪ કલાકમાં આપણા જવાનને છોડાવ્યો. તેમણે એર સ્ટ્રાઈક કરી મોટી સંખ્યામાં આંતકવાદીઓને માર્યા છે. વિપક્ષને કંઈ ખબર જ નથી. મમતા સબૂત માંગે છે, રાહુલ રાજકીય રમત રમે છે તેવું કહે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY