સુરત,તા.૨૩
વલસાડ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ૪ ઉપર જીઆરપીના જવાનો સોમવારે સર્વેલન્સીની ડયુટીમાં વલસાડ રેલવે સ્ટેશન ખાતે મિલકત સંબંધી ગુનાઓ રોકવા અપ ડાઉન ટ્રેનમાં ચઢતા ઉતરતા યાત્રીઓ ઉપર વોચ કરી રહ્યા હતા. જે દરમિયાન ૯ઃ૩૦ કલાકે પ્લેટફોર્મ નં.૪ ઉપર ટ્રેન આવતા ત્યાં વોચ કરવા ગયા હતા. જે દરમિયાન બોઇસર રેલવે ચીફ બુકિંગ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને વલસાડ રહેતા જગદીશ હરજીભાઇ ધુમાડિયાએ આવીને સર્વેલન્સની ટીમને જાણ કરી હતી કે, એક ટીસી તરીકે ટિકિટ ચેક કરી રહ્યો છે. પરંતુ તે ટિકિટ ચેકર નથી તેવી શંકા વ્યક્ત કરી હતી.
તાત્કાલિક સર્વેલન્સની ટીમે રેલવે કર્મચારીને સાથે રાખી ચેક કરતા એક ઈસમ પ્લેટફોર્મ ૪ ઉપર ટ્રેનમાં આવતા જતા યાત્રીઓ પાસે ટિકિટ ચેક કરી રહ્યો હતો. સર્વેલન્સની ટીમે તે વ્યક્તિ પાસે રેલવે આઈડી કાર્ડ અને ટીસીનો બેઝ માંગતા રજૂ કરી શક્યો ન હતો. જીઆરપી દ્વારા પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી પ્રદીપપુરી તુષારપુરી ગોસ્વામી( રહે. કણબીવાડ લીલાપોર પંચાયત કચેરી બાજુમાં, લીલાપોર, વલસાડ)હોવાનું જણાવ્યું હતું. જીઆરપી પોલીસ મથકે લઇ જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




