રાજ્યના ૫૧ તાલુકાને અછતગ્રસ્ત તરીકે મળશે લાભ : નીતિન પટેલ

0
11

ગાંધીનગર,તા.૧૭
લોકસભાની ચૂંટણી પહેલાં રૂપાણી સરકાર ખેડૂતો પર વરસી પડી છે. ગ્રામીણક્ષેત્રે ભાજપની ઘટતી જતી લોકપ્રિયતા વચ્ચે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપાણી સરકારે એક સ્પેશ્યલ પેકેજની જાહેરાત કરી છે. જેને પગલે ખેડૂતોને મસમોટો લાભ થવાની સંભાવના છે. હાલમાં સૌથી મોટી ભાજપ સરકાર સામે નારાજગી એ ખેડૂતોની છે. સરકારે ખેડૂતોને રાજી કરવા માટે જાહેર કરેલા આ સ્પેશ્યલ પેકેજને પગલે સરકારી તિજારીને મોટો ફટકો પડશે. આ છતાં આગામી ચૂંટણીમાં જીત એ રૂપાણી માટે વટનો સવાલ છે. જેને પગલે સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે.
નીતિન પટેલે જણાવ્યું કે, ઓછા વરસાદને કારણે ખેતીવાડી અને પશુપાલનમાં નુકસાન થયું છે. સરકાર પાસે લોકો અને ધારાસભ્યો તરફથી ભલામણ આવી છે. સરકારે અગાઉ ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. પીવાના પાણી સહિતના આયોજનો બાબતે કેન્દ્ર સરકારની મંજૂરી માગી છે. જેનો ૧ ડિસેમ્બરથી લાભ અપાશે. ૫૧ તાલુકાઓ સિવાય વધારાના વિસ્તારને આવરી લેવા ભલામણો કરાઇ છે. ગત કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા કરાઇ હતી.
જસદણની ચૂંટણી પહલે નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધી છે. જેમાં તેમણે અછત ગ્રસ્ત જાહેર કરેલા ૫૧ તાલુકાની વાત કરી હતી. જેમાં કેન્દ્રની મંજૂરી મળવાનો ઉલ્લેખ કર્યો હતો. તો વર્ષમાં નબળા વરસાદના કારણે ખેડૂતો માટે ઉદ્ભવે સ્થિતિનું પણ વર્ણન કર્યું હતું અને અછત ગ્રસ્ત તાલુકાઓ સિવાયના ખેડૂતોને પણ મદદની વાત કરી હતી. આમ તો સરકારે ૨૫૦થી ઓછા મિમીવાળા તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કર્યા છે. પરંતુ હવે સરકાર ૪૦૦ મિમીથી ઓછા વરસાદવાળા ૪૫ તાલુકાને પણ મદદ માટેની જાહેરાત કરી છે. તો સરકારે ૨૫૦ મિમીથી ૪૦૦ મિમી વચ્ચેના વરસાદવાળા તાલુકાઓની એક યાદી તૈયાર કરી છે.
તેમણે કહ્યુ કે, અછતગ્રસ્ત તાલુકાઓ સિવાય ખેડૂતોને મદદ કરી શકાય તે મુદ્દે ચર્ચા થઇ છે. ૨૫૦ મિમિથી ઓછા વરસાદવાળા વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. ૨૫૦મીમીથી ૪૦૦મીમી વરસાદવાળા વિસ્તારોમાં ખાસ પેકેજ આપી મદદ કરાશે. ઉર્જા વિભાગ દ્વારા ૧૦ કલાક વીજળી અપાઇ હતી. ૪૦૦મીમી કરતા ઓછા વરસાદવાળા ૪૫ તાલુકાઓને સહાય અપાશે. ભેદભાવ વગર લાભ આપવાનું નક્કી થયું છે.
તેમણે જણાવ્યું કે, ૨૫૦થી ૩૦૦મીમી વરસાદવાળા ૧૪ તાલુકાઓને હેક્ટર દીઠ રૂ.૬૩૦૦ સહાય અપાશે. આર્થિક મદદ સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે. જ્યારે ૩૦૦થી ૩૫૦મીમી વરસાદવાળા ૧૨ તાલુકા હેક્ટર દીઠ રૂ.૫૮૦૦ સહાય અપાશે. દરેક તાલુકા દીઠ ૨૮થી ૩૦ કરોડ રૂપિયા સહાય ચૂકવાશે. ૪૫ તાલુકામાં કુલ સહાય રાજ્યના બજેટમાંથી રૂ.૧૩૦૦ કરોડ થાય છે. અછતગ્રસ્ત ૫૧ તાલુકાઓમાં રૂ.૫૧૦૦ કરોડની સહાય અપાશે. જા કે, તાલુકાના તમામ ખેડૂતોને સહાય કરાશે. ખેડૂતોને ૨ હેક્ટર સુધી જ લાભ અપાશે.
આ તમામ નવા ૪૫ તાલુકા પાછળ સરકારે ખર્ચ જાહેર કર્યો છે. જેમાં ૧ હજાર ૩૦૦ કરોડની ખર્ચો કરવાની વાત કરી છે. અગાઉ સરકારે ૫૧ તાલુકાઓની સહાય માટેની જાહેરાત કરી હતી. એટલે કુલ ૯૬ તાલુકાઓમાં સરકાર સહાય આપશે. સરકાર જે સહાય કરશે તેમાં પશુપાલક, સહિત ઢોર અને ખેડૂતોને થયેલા નુકસાનમાં મદદરૂપ થશે.
છેલ્લા કેટલાક દિવસોથી સતત ખેડૂતોના આપઘાતના સમાચારો આવતા રહે છે, એક તરફ ઓછો વરસાદ અને બીજી બાજુ સરકારની યોગ્ય નીતિને કારણે રાજ્યના ખેડૂતોની Âસ્થતિ દયનીય બની છે. પાક નિષ્ફળ જવાની બીકે ધરતીપુત્રો આપઘા તકરી રહ્યાં છે, એવામાં કેન્દ્ર સરકારનોકૃષિ અંગેનો રિપોર્ટ બહાર પડ્યો છે તેનું એક તારણ એવું છે કે ગુજરાતના ખેડૂતો ૪૩ ટકા દેવામાં ડૂબી ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર ખેડૂતોની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. આજે ખેડૂતો સૌથી મોટી સમસ્યામાં મૂકાયેલા છે. સરકાર પાસે આ છેલ્લી તક છે. રૂપાણી સરકારે સ્પેશ્યલ પેકેજ જાહેર કરી ખેડૂતોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY