સ્મીમેરમના મેઈલ નર્સને વરાછા પોલીસ ઉઠાવી જતા નર્સીગ સ્ટાફની હડતાળ

0
69

કર્મચારીઓ કામ બંધ કરી વિરોધ પ્રદર્શન કરતા ડીન દોડી આવ્યાં
સુરત, તા.૨૯

મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના એક મેઈલ નર્સને વરાછા પોલીસ સ્ટેશન લઈ જતા ચર્ચાનો વિષય બન્યો હતો. વહેલી સવારે આ ઘટનાની જાણ બાદ સાથી નર્સીગ સ્ટાફ અને બ્રધર્સ સ્ટાફ ઇમરજન્સી વિભાગ પાસે ભેગા થઈ ગયા હતા. અને ચાલુ નોકરીએ મેઈલ નર્સને ઉપાડી જવાના આક્ષેપ સાથે સાથી કર્મચારીઓએ રોષ વ્યકત કર્યો હતો. અને કામથી દૂર રહેવાનો નિર્ણય કરી વિરોધ કરતાં હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવી ગયું હતું.
સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીની બીમાર દીકરીની સારવારને બદલે બ્રધર્સે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપથી વરાછા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ફરિયાદ બાદ ઉપાડી ગઈ હતી. જોકે, મોડી રાત્રે જ આ વાતની જાણ બાદ હોસ્પિટલના આરએમઓ અને ઉચ્ચ ડોક્ટરોએ મધ્યસ્થી કરતા બ્રધર્સ જીગ્નેશ કોસંબીયાને છોડી દેવાયો હતો. પોલીસ કોન્સ્ટેબલે આરોપ મૂક્યો હતો કે, દીકરી બીમાર હોવાથી તેઓ ચાલુ નોકરીએ દીકરીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં બ્રધર્સે ડોકટરને મળવા ન દઈ ધક્કો મારી કાઢી મૂક્યા હતા. બ્રધર્સના આવા ગેરવર્તનને કારણે તેમણે વરાછા પોલીસમાં ફોન કરી જાણ કરી હતી.
પોલીસ કોન્સ્ટેબલ સાથે ગેરવર્તનના આક્ષેપના કારણે વરાછા પોલીસ બ્રધર્સને ચાલુ નોકરીએથી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જેની જાણ આજે સવારે અન્ય બ્રધર્સને થતા આક્રોશ ફેલાયો હતો. અને સાથી નર્સીગ સ્ટાફ અને બ્રધર્સ સ્ટાફ ઇમરજન્સી વિભાગ પાસે ભેગા થઈ ગયા હતા. કામથી દૂર રહી વિરોધ નોંધાવતા હોસ્પિટલના ડીને સમગ્ર મામલે મધ્યસ્થી થવાની ફરજ પડી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY