બારડોલી આરોગ્ય કેન્દ્રમાં કાંગારૂ મધર કેર યુનિટનું લોકાપર્ણ કરાયું

0
8

નવજાત શિશુના શારીરિક વિકાસ માટે માતાનું દુગ્ધપાન અતિ આવશ્યકઃ ­દિપસિંહ જાડેજા
સુરત, તા. ૦૫
રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની સાથોસાથ તા.૦૧ થી ૭મી ઓગષ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ? ની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે. જે સંદર્ભે ગૃહરાજ્યમંત્રી ­દિપસિંહ જાડેજાના હસ્તે બારડોલી સત્યાગ્રહ હોલ્ખિટલના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ‘કાંગારૂ મધર કેર યુનિટ?ને ખુલ્લું મૂક્યું હતું.
આ ­સંગે ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નવજાત બાળક માટે જન્મના એક કલાકમાં શિશુને માતાનુ ­થમ ધાવણ આપવુ ખુબજ જરૂરી છે. માતાનું ધાવણ બાળક માટે અમૃત સમાન છે. સ્તનપાન થકી ૨૨ ટકા જેટલો બાળ મૃત્ય દર ઘટાડી શકાય છે. અનેક પોષકતત્વોથી ભરપૂર માતાનું દૂધ બાળકના સ્વાસ્થ્ય માટે અતિ ગુણકારી છે. ઉપરાંત માતા બાળકને છાતીસરસું ચાંપીને હુંફ આપે તેમજ દરેક શિશુને માતાનુ ­થમ ધાવણ મળે તે ઉદ્દેશ્યથી કાંગારૂ મધર કેર વોર્ડની રચના કરવા આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ સ્તનપાનના વૈજ્ઞાનિક ફાયદાઓ પર ભાર મૂકતા માતાઓને પોતાના નવજાત શિશુઓને ઓછામાં ઓછું છ માસ સુધી ફરજીયાત સ્તનપાન કરાવવાનો અનુરોધ કર્યો હતો.
આ વેળાએ ગૃહમંત્રીશ્રીએ ‘કાંગારૂ મધર કેર યુનિટ?ની મુલાકાત લઇ તબીબો પાસેથી જાણકારી મેળવી હતી. આ ­સંગે બારડોલી સત્યાગ્રહ હોલ્ખિટલના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા બે દિવસ દરમિયાન જન્મેલી બાળકોઓની માતાઓનું મંત્રીશ્રીએ ­માણપત્ર આપી સન્માન કર્યું હતું.
આ વેળાએ ઘેટા અને ઊન વિકાસ નિગમના ઉપાધ્યક્ષશ્રી અમરશીભાઇ ખાંભલીયા, ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઇ મોદી અને મોહનભાઇ ઢોડીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી હસમુખ ચૌધરી, આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડોકટરો, હોલ્ખિટલ સ્ટાફ તેમજ નગરજનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્ના હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY