દુકાનનો નોક રૂ. ૬ લાખના કાપડના તાકા ચોરી પલાયન

0
5

નોકર ગોડાઉનમાંથી ૨૦૦ તાકા ઉઠાવી ગયો
સુરત, તા.૪
રૂપિયા છ લાખની કિંમતના કાપડના તાકા નોકર ચોરી જતા શેઠે વરાછા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી હતી.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા સીતાનગર ચોકડી, કૈલાશ ધામ સોસાયટીમાં કાપડની દુકાનમાં કામ કરતો મહેન્દ્રસિંહ સોલંકી દુકાનના ગોડાઉનનું તાળુ ડુપ્લિકેટ ચાવીથી ખોલી રૂપિયા છ લાખની કિંમતના ૨૦૦ તાકા ચોરી કરી ગયો હતો. આ બનાવ અંગે દુકાન માલિક હરિશંકર સત્યનારાયણ મલે આરોપી મહેન્દ્રસિંહ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. વરાછા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY