ઉજવણીના આયોજન સંદર્ભે આજે કલેક્ટરની સમિક્ષા બેઠક
સુરત, તા. ૦૬
તા.૯મી ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિન ‘‘ ઉજવણી આયોજન અંગે સમીક્ષા બેઠક મળશે
વ્યારા,સોમવારઃ આદિવાસી સમાજની ભવ્ય અને ?તિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અલ્થિતાને ટકાવવાના યાસોના ભાગરૂપે યુનો દ્વારા આગામી તા.૯મી ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. જળ, જમીન, જંગલ અને પર્યાવરણ સાથે જોડાયેલ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા સમગ્ર રાજ્યના વિવિધ આદિવાસી જિલ્લાઓમાં વિધાનસભા વિસ્તાર મુજબ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયું છે.
જે અન્વયે તાપી જિલ્લામાં ડોલવણ અને ઉચ્છલ ખાતે વિશ્વ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીના આયોજન અંગે તા.૭-૮-૧૯ નારોજ સવારે ૧૧ વાગે કલેક્ટર આર.એસ.નિનામાની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજાનાર છે. બેઠકમાં આ ઉજવણીના સુચારૂ આયોજન માટે સબંધિત વિભાગોના અધિકારીઅોને સોંપવામાં આવેલ કામગીરી સહિત વિવિધ પાસાંઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે. સબંધિત અધિકારીઅોએ સંપૂર્ણ વિગતો સાથે બેઠકમાં હાજર રહેવા પ્રયોજના વહીવટદાર વિજય પટેલ દ્વારા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


