બે યુવાનો ચાવાળાને માર મારીને રૂપિયા લૂંટી ફરાર

0
7

સુરત,તા.૯
સુરતના પોશ વિસ્તાર ગણાતા સિટીલાઇટ રોડ પર વહેલી સવારે બે યુવાનો ચાવાળાને માર મારીને રૂપિયા લૂંટી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.
સિટીલાઇટ રોડ વિસ્તારમાં આવેલા સાઇ વર્લ્ડ પાસે એક ચાની દુકાન છે ત્યાં ગુરુવારે વહેલી સવારે બે યુવાનો ચાની દુકાને આવ્યા હતા. થોડી વાર ચાની લારી પાસે આંટા માર્યા પછી લાગ જોઇને બંને યુવાનો જુદી જુદી દિશામાંથી આવીને ચાવાળાને ઘેરી લીધો હતો અને તેને માર મારીને તેની પાસેના રૂપિયા લૂંટીને ગણતરીની ક્ષણોમાં ફરાર થઇ ગયા હતા, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY