સ્પર્શ સિલ્ક મિલ્સમાંથી માલ ખરીદી વેપારીઓ દ્વારા ૧.૩૭ કરોડની ઠગાઈ

0
6

વિશ્વાસ કેળવી જંગી રકમનો માલ લઈ પેમેન્ટ નહીં કરાતા પોલીસ ફરિયાદ
સુરત, તા. ૧૮
સલાબતપુરા વિસ્તારમાં આવેલ સ્પર્શ સિલ્ક મિલ્સના માલિક સાથે રામ એક્ષપોર્ટ તથા રામ સોસિંગના માલિક અવિનાશ રાજકુમારે ૧.૩૭ કરોડનો વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયો હતો. સ્પર્શ સિલ્કના માલિકે અલગ-અલગ બિલોથી કાપડનો માલ ટ્રાન્સપોર્ટ મારફતે તેઓને મોકલી આપ્યા બાદ આરોપીઓએ મોબાઈલ ઉપાડવાનું બંધ કરી પેમેન્ટ નહીં ચૂકવી ફરાર થઈ ગયા હતા. પોલીસે વિશ્વાસઘાતïનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવયા અનુસાર સિટીલાઈટ રોડ સૂર્યદર્શન એપાર્ટમેન્ટ ખાતે વરૂભાઈ સુદેશ મોહન સાધ રહે છે. તેઓની એક સ્પર્શસિલ્ક મિલ્સ સલાબતપુરા વિસ્તારમાં આવેલી છે. તેઓએ વર્ષ ૨૦૧૨થી આજદિન સુધીમાં આરોપી અવિનાશ રાજકુમાર સાધુને અલગ-અલગ બિલોથી ટ્રાન્સપોર્ટ મારફતે પહેલા ૮૦.૫૨ લાખ તથા ૫૨.૨૩ લાખનો કાપડનો માલ મોકલી આપ્યો હતો. તેઓએ ૪.૩૧ લાખનું પેમેન્ટ ચૂકવી અપ્યા બાદ આજદિન સુધીમાં ૧.૩૭ કરોડનું પેમેન્ટ નહીં ચૂકવી ફરાર થઈ ગયા હતા. સલાબતપુરા પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY