સુરત,તા.૩૦
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી પોસ્ટ ગ્રેજ્યુએટની પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને લો કોલેજમાં પ્રવેશ આપ્યાં બાદ અને અભ્યાસ શરૂ થયાં પંદર દિવસ બાદ ટેક્નિકલ કારણો આગળ ધરી ૫૦ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દેવાયા હતાં. જેને લઈને વીદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ થઈ ગયું છે.
લોના વિદ્યાર્થીઓએ જે તે કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ આગળના રાઉન્ડમાં પસંદગીની કોલેજ મળવાની આશાએ યસ આપ્યું હતું. આવા વિદ્યાર્થીઓને સિસ્ટમને પાંચમા અને છઠા રાઉન્ડમાં આઉટ કરી દેવામાં આવ્યા છે. આગળના રાઉન્ડમાં જનાર વિદ્યાર્થીઓનો જે તે કોલેજમાં મળેલો પ્રવેશ પણ રદ થઇ ગયો છે. આ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાના કારણે મેરિટમાં આવતા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ રદ થઇ ગયા છે. એનએસયુઆઇના પ્રતિનિધિમંડળ દ્વારા વિરોધ નોંધાવી કુલપતિને આવેદન પત્ર આપી રજુઆત કરી છે. જ્યારે વીટી ચોક્સી લો કોલેજના ૩૫ જેટલા વિદ્યાર્થીઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો.
પ્રવેશ પ્રક્રિયાની માહિતી કોલેજના આચાર્યોને ઓનલાઇન આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓની વિગત પ્રવેશ વગેરેની પણ માહિતી હોય છે. આચાર્યોએ ધ્યાન ન આપતા પ્રવેશ રદ થયાના માહિતી જ ન મળી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


