બકરી બાઇકનો વાયર ચાવી જવાના કેસમાં થયેલ આધેડની હત્યામાં બે આરોપી ઝડપાયા

0
9

સુરત,તા.૧૪
સુરતમાં લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં વેડરોડ જીલાની બ્રિજ નજીક મોડી રાત્રે બાઇકનો વાયર બકરી ચાવી ગઈ હોવા જેવી બાબતમાં ઘાતક હથિયારો સાથે હુમલો કરી એક આધેડ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.
લાલગેટ વિસ્તારમાં આવેલા વેડરોડ ખાતે ગુલામ મોહમ્મદ શેખ ઈરાની ટી – સ્ટૉલ ચલાવતા હતા. ગઇકાલે બપોરના સમયે ટી-સ્ટૉલ પર આવેલા સમીર પઠાણ, અરશદ પઠાણ સહિત ત્રણ લોકો સાથે તેમને બોલાચાલ થઈ હતી.
આ પછી, સમી સાંજે ફરી વખત આ ત્રણ ઈસમો ટી-સ્ટૉલ પર આવી ચઢયા હતા અને તિક્ષ્ણ હથિયારો વડે ઉપરાછાપરી ઘા ઝીંકી ગુલામભાઈને ગંભીર ઇજા પોહચાડી હતી. આ ઝઘડામાં વચ્ચે પડેલા અન્ય ત્રણ લોકો પર પણ હુમલો કરી દેતા ગંભીર રીતે ઘવાયા હતા. આ ઘટના બાદ હુમલાખોરો ફરાર થઇ ગઈ હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગુલામભાઈને નજીકની ખાનગી હૉસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર બાદ ગુલામભાઈનું મોત નીપજ્યું હતું.
આ ઘટનામાં ત્રણ લોકો અન્ય ઇજાગ્રસ્ત થયા છે, જેઓને ખાનગી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધી પોલીસની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી બે આરોપીને ઝડપી પડયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY