વેશગામના ૪૫ પરિવારોને એનએફએસએમાં સમાવેશ

0
6

સુરત
કુકરમુંડા તાલુકાના વેશ ગામના ૪૫ રેશન કાર્ડધારકો બી.પી.એલ.રેશન કાર્ડધારણ કર્તા હોય તેમને રા અન્ન સુરક્ષા અધિનિયમ-૨૦૧૩ના અમલ પહેલા એટલે કે તા.૦૧-૦૪-૨૦૧૬ સુધી તમામને અનાજ ખાંડ વગેરે મળતુ હતુ. પરંતુ તા.૦૧-૦૪-૨૦૧૬માં રાઘિ અન્ન સુરક્ષા અધિનિયમ-૨૦૧૩ ના કાયદાનો અમલ થતાં સદર ૪૫ રેશનકાર્ડ ધારકોનો એન.એફ.એસ.એ.કાર્ડમાં સમાવેશ ન થતાં અનાજ મળતુ બંધ થયેલ છે.આ બાબતે જિલ્લા કલેક્ટરશ્રીની સુચનાથી રૂબરૂ મુલાકાત લઇ અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ માટેની તમામ બાબતો તપાસીને એન.એફ.એસ.એ.રેશનકાર્ડમાં સમાવેશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY