ન્યુ દિલ્હી,તા.૨૨
હાર્દિક-રાહુલ દ્વારા એક ટાક શામાં મહિલાઓને લઇને કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી બાદ બીસીસીઆઈની પ્રશાસક સમિતિ દ્વારા ભારતીય ટીમના ખેલાડીઓનું તેમના વ્યવહરારના સ્તર પર કાઉન્સલિંગ કરવાની રજૂઆત મુકવામાં આવી છે. બીસીસીઆઈ દ્વારા આ મામલે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બન્ને ખેલાડીઓ પર ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બન્ને ખેલાડીઓનું ભવિષ્ય સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા લોકપલા દ્વારા નિર્ણય લેવામાં આવશે.
આ કાઉન્સલિંગમાં સિનિયર ટીમ અને એ ટીમના દરેક આયુના ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે. આ મામલે બીસીસીઆઈના એક અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય સિનિયર ટીમની સાથે-સાથે એ ટીમ અને અંડર-૧૯ ટીમ માટે રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમીમાં તેમના વ્યવહારને લઇને કાઉન્સલિંગ કરવામાં આવશે. સમગ્ર ભારતીય ટીમ આ કાઉન્સલિંગ સત્રનો ભાગ બનશે.
જ્યારે આ કાઉન્સલિંગને લઇને એવી કોઇપણ જાતની પુષ્ટિ કરવામાં આવી નથી કે આ કાઉન્સલિંગ કોઇ વ્યકિતઓના સમૂહને આપવામાં આવશે કે કોઇ ખાંનગી કંપનીને આપવામાં આવશે. એ વાત સામે આવી છે કે આ વિશે શું કરવું તેને લઇને બીસીસીઆઈના સીઇઓ રાહુલ જાહરી વિરુદ્ધ જાતીય સંવેદનશીલતા કાઉન્સલિંગની માગ કરનાર વકીલ વીણા ગૌડા પાસેથી અભિપ્રયા માગવામાં આવી રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



