ભારે વરસાદ ઝીંકતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા
સુરત
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત ભારે વરસાદ વરસવાનું અવિરત રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વિતેલા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લાના ઓલપાડમાં કુલ ૪ ઈંચ વરસાદ વરસ્યો હતો જેમાં માત્ર રાત્રિના સમયે જ ૩ ઈંચ વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં
આવતીકાલથી શક્તિ આરાધનના પર્વ નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે.નવરાત્રિ અગાઉ જ ભારે વરસાદની આગાહી મુજબ વરસાદ વરસતા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે. વલસાડ,વાપીથી લઈને બારડોલી અને સુરતના ગ્રાઉન્ડમાં નવરાત્રિ યોજનારા આયોજકો ચિંતામાં મુકાયા છે કારણ કે, ગ્રાઉન્ડમાં તૈયાર કરતી વખતે જ પાણી ભરાઈ ગયા છે અને હવામાન વિભાગની આગાહી મુજબ હજુ એકાદ બે દિવસ વરસાદ વરસે તો નવરાત્રિના આયોજનો પર પાણી ફરી વળે તેવી ચિંતા આયોજકોને સતાવી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


