ભુજના રસ્તા બન્યા ભંગાર જવાબદાર નગરપાલિકાને કોણ દંડે?

0
35

વાહનનો ટેક્સ,પીયૂસી,હેલ્મેટના કાયદા ના પાલનમાં મીર મારતી સરકાર અને તેના તંત્રએ પહેલા નાગરિકોને સારા રોડ આપવાની ફરજ છે. 

કચ્છ : એક તરફ વધુ વરસાદ બીજી તરફ માતાના મઢ પર આસ્થા રાખી જાત્રાએ જતા મધ્યમ વર્ગના ધાર્મિક લોકો ,કેમકે આજના સમય માં મંદીમાં પીસાતો મધ્યમ વર્ગ સરકાર પર નહીં માત્ર ભગવાન ભરોસે છે ત્યારે બરાબર કલેકટર કચેરી સામે પડેલા ખાડા ચાલુ વરસાદે નગરપાલિકા દ્વારા રેતી થઈ પુરાયા પણ મેઘો ફરી મહેરબાન થતા ફરી રવતી પુરાયેલા ખાડાની રેતી ધોવાઈ અને ભુવા જેવા ખાડા એ દર્શન દઈ રાહદારીઓ માટે જોખમ ઉભું કર્યું ત્યારે જો કલેકટર કચેરી સામેના વિસ્તારની આ હાલત હોય તો અન્ય સ્થળોએ આના કરતા પણ પ્રજા માટે દયનિય પરિસ્થિતિ હોય એ સમજી શકાય છે ઉત્સવપ્રિય રૂપની સરકારના કહેવાતા અધિકારી ઓ ગંધારીની ભૂમિકા ભજવે છે ત્યારે આ રોડ રસ્તા ગમેતે ભોગે રીપેર થાય તેમ પ્રજા ઈચ્છે છે અન્યથા વાહનનો ટેક્સ ને પીયૂસી હેલ્મેટના કાયદ પાલન માં મીર મારતી સરકાર ને તેના તંત્રએ પહેલા નાગરિકોને સારા રોડ આપવાની ફરજ એડા કરવી રહી નહિ તો કમને ખોબલે ખોબલે મત આપનારી ગુજરાતની પ્રજા ગાંધી ચીંધ્યા માર્ગે ખમીર બતાવે તોજ સરકાર સુધરે તેમ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY