હાટ એક્ટ્રેસ અશ્વથી બાબુ ગ્રાહકને ડ્રગ્સ સપ્લાય કરતા ઝડપાઈ

0
5

મુંબઈ,તા.૧૭
ટીવી અને ફિલ્મની લોકપ્રિય અભિનેત્રી અશ્વથી બાબુને કેફી પદાર્થ રાખવાના આરોપમાં તેના ડ્રાઇવરની સાથે રવિવારે ધરપકડ કરી લેવાઇ છે. ત્રિફક્કરા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ આ ધરપકડની સ્પષ્ટતા કરી છે.
પોલીસ અનુસાર, અશ્વથી અને તેના ડ્રાઇવરને તે સમયે પકડી પાડવામાં આવ્યા, જ્યારે તે પોતાના ઘરની નજીક એક ગ્રાહકને એમડીએમએ નામનો ડ્રગ્સ આપી રહ્યાં હતા. પોલીસે જણાવ્યુ કે, તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
અશ્વથીએ તિરુવનંતપુરમની રહેવાસી છે અને તેને કેટલીયે ફિલ્મો અને ટીવી સીરિયલોમાં કામ કર્યુ છે. એમડીએમએ સામાન્ય રીતે મોડી રાતની પાર્ટીઓમાં લેવામાં આવે છે, આ એક પ્રકારનો ડ્રગ્સ છે. આ ડ્રગ્સનુ આખુ નામ મેથિલિડેનિયોક્સીમેથમ્ફેટામાઇન (એમડીએમએ) છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY