સુરતમાં 5 ઈંચ વરસાદઃ શાળાઓમાં રજા, પોલીસ સ્ટેશન પાણીમાં ગરક

0
77

હવામાન વિભાગની આગાહીના પગલે સુરતમાં મોડી રાત્રીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે

હવામાન વિભાગની આગાહીના પગલે સુરતમાં મોડી રાત્રીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાત્રી દરમિયાન 1 ઈંચ વરસાદના થોડા વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં 6 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ગરનાળાઓમાં કમરસમા પાણી ભરાઈ જતા બંધ કરવાની ફરજ પડી છે. અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા હતા. સુરતના કલેક્ટર દ્વારા પાલિકાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે ખાનગી શાળાઓને પણ રજા રાખવા સુચન કરવામાં આવ્યું છે.
ગરનાળાઓમાં કમરસમા પાણી ભરાયા
હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતમાં છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. દરમિયાન મોડી રાત્રીથી બપોર સુધીમાં પાંચ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. અને સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી સવારથી બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ગરનાળાઓમાં કમરસમા પાણી ભરાઈ જતા બંધ કરવાની ફરજ પડી છે. વરાછા વિસ્તારમાં આવેલી બરોડા પ્રિસ્ટેજમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકાનદારોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભરાયા પાણી
ભારે વરસાદના પગલે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા હતા. પોલીસ સ્ટાફના વાહનો અને જપ્ત કરવામાં આવેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટેશનમાં ફસાયેલા પોલીસ સ્ટાફને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.
ઉકાઇ ડેમમાં 5 હજાર ક્યુસેક પાણીની આવક
ઉકાઇ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ છે. જેથી પાણીની આવકમાં વધારો થયો છે. ઉકાઇ ડેમની સપાટી 286.51 ફુટ નોંધાઇ છે. 31793 ક્યુસેક પાણીની આવક સામે 600 ક્યુસેક જાવક ચાલું છે.

સુરતના વરસાદના આંકડા (સવારે 6થી 12 વાગ્યા સુધીના આંકડા)

સેન્ટ્રલ- 93 મીમી
વરાછા- 58 મીમી
રાંદેર- 50 મીમી
કતારગામ- 77 મીમી
ઉધના- 72 મીમી
લિંબાયત- 70 મીમી
અઠવા- 82 મીમી

ખાડીની સ્થિતિ
કાંકરાખાડી 5 મીટર
ભેદવાડ 5.50 મીટર
મીઠીખાડી 6.40 મીટર
ભાઠેના 5.30 મીટર
સીમાડા 1.20 મીટર
Heavy rainfall in surat from late night, Filled water in low lying areas
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY