આજ રોજ ભરૂચના ચવાજ ગામ નજીક આવેલ વિડીઓકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કામદારોએ ગુજરાત કામદાર સમાજના નેજા હેઠળ જિલ્લા કલેકટર રવીકુમાર અરોરાને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી કે વિડીઓકોન કંપનીમાં જુદાં જુદાં વિભાગોમાં ૧૭૬ જેટલાં કામદારો ફરજ બજાવે છે.અને ભરૂચ ખાતે આવેલ કંપનીમાં ફરજ બજાવતાં કામદારોનો છેલ્લાં ૬ માસથી પગાર અનિયમિત કરતા આવેલ છે.જેથી કામદારોને ઘરનું ગુજરાન ચલાવવામાં અને બાળકોની સ્કૂલ ફી ભરવામાં ઘણીજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.
જે અંગેની રજૂઆતો અગાઉ પણ ભરૂચ આસિસ્ટન લેબર કમિશ્નર ને પણ લેખિત માં કરેલ હોઈ તેમ છતાં પણ આજ દિન સુધી કંપની સામે કોઈ સખત પગલાં કે જવાબ પણ લેવામાં આવતો નથી.સને ૨૦૧૬ અને ૨૦૧૭નું બાકી નીકળતું એક વર્ષનું બોનસ પણ હજુ મળ્યું ના હોઈ તેની પણ બોનસ ઈન્સ્પેક્ટર ને રજૂઆતો કરેલ હોઈ જેનો યોગ્ય નિકાલ ના અવતાં આજ રોજ મોટી સંખ્યામાં વિડીઓકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કામદારોએ કલેકટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી.કે વહેલી તકે અમારી ન્યાયીક માંગણીઓ નહીં સ્વીકારવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ધરણા કરવાની ફરજ પડશે અને તેની સંપૂણ જવાબદારી વહીવટીતંત્રની રહશે તેમ ચીમકી ઉચ્ચારી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





