જુદા જુદા સ્થળેથી રૂ. એક લાખનો દંડ વસુલાયા
સુરત
હાલની ચોમાસાની ૠતુને ધ્યાને રાખી સુરત શહેરમાં મચ્છર જન્ય રોગચાળાની પરિસ્થિતિ વકરે નહીં તે હેતુસર સાઉત-વેસ્ટ ઝોનમાં નાયબ આરોગ્ય અધિકારીની સીધી દેખરેખ હેઠળ વીબીડીસી વિભાગ દ્વારા તા. ૯-૧૦-૧૯થી તા. ૧૧-૧૦-૧૯ સુધી ઝોન વિસ્તારમાં આવેલ ૯૩ શૈક્ષિણક સંસ્થાઓ, અને ૫૭ બાંધકામોમાં સર્વેની કામગીરી કરી ૦૯ મચ્છરનાં બ્રિંગ શોધી કાઢવામાં આવેલ. સદર સવે૪ દરમિયાન અઠવા યુનિટ વિસ્તારમાં ૪૫૦૦, પનાસ યુનિટ વિસ્તારમાં ૩૩,૫૦૦, વેસુ યુનિટ વિસ્તારમાં ૧૧,૫૦ï૦, ભટાર યુનિટ વિસ્તારમાં ૮૫૦૦, ભરથાણાં યુનિટ વિસ્તારમાં ૪૨,૦૦૦ અને ગવિયર યુનિટ વિસ્તારમાં ૨૦૦૦ મળી કુલ ૧,૦૨,૦૦૦ વહીવટી ખર્ચ પેટે વસુલ લેવામાં આવેલ તેમજ ૧૩ જેટલા ઈસમોને નોટિસ આપવામાં આવેલ છે.
આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, તમારા રહેણાંક વિસ્તારમાં તેમજ બાંધકામના સ્થળોએ મચ્છર જન્ય પરિસ્થિતિ નિવારવા સુરત મહાનગર પાલિકા, વીબીડીસી વિભાગનાં કર્મચારીઓ તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને સંપૂર્ણ સહકાર આપવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. અન્યથા શહેરીજનોનાં આરોગ્યની સુખાકારીને ધ્યાને લઈને વધુમાં વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેની જાણ કરવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


