અંગત પળોનો વીડિયો પતિને મોકલી દેવા પરિણીતાને યુવકની ધમકી

0
8

બ્લેક મેઈલ કરનાર અંત્રાલીના યુવક વિરૂદ્ધ પરિણીતાની ફરિયાદ
સુરત
પરિણીતા સાથેના પ્રેમ સંબંધ વખતે પાડેલા ફોટા અને વીડિયો પરિણીતાના પતિ અને સગા સંબંધીને મોકલી આપવાની ધમકી આપી બળજબરી પૂર્વક પૈસા કઢાવી લેવાનો ગુનો કરનાર અત્રોલીના રાજુરામ ચૌધરી સામે લિંબાયત પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાઈ હતી.
લીંબાયત પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કડોદરા અત્રોલી રાધાક્રિષ્ણા એપાર્ટમેન્ટમાં રહેતો રાજુરામ અન્નારામજી ચૌધરી સાથે અગાઉ ફરિયાદીનો પ્રેમસંબંધ હોય આરોપીએ તે વખતે પાડેલા ફોટા અને વીડિયો ફરિયાદીના પતિ અને સગા સંબંધીને મોકલી આપવાની ધમકી આપી જીપમાં મુકી બળજબરી પૈસા પડાવવાનો ગુનો કર્યો હતો. ફરિયાદી પરિણીતાની લીંબાયત પોલીસે ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY